મોદીની સભાની સાથે-સાથે....

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢમાં સોમવારે વડાપ્રધાન મોદી આવ્યા હતા અને ચૂંટણી સભાને સંબોધી હતી. તે પહેલા જૂનાગઢ પોલીસે પાસ કાર્યકરોની અટક કરી હતી. પાસનાં કેતન પટેલ, સંજય ભીમાણી, વત્સલ કાપડીયાની અટક કરી હતી.

વડાપ્રધાનનાં આગમન પહેલા 7ની અટક

મોદીની સાદી ખુરશી, રાખી સાવધાની

યુવતી મોદીનું ચિત્ર લઇ ઓટોગ્રાફ લેવા પહોંચી

જૂનાગઢ | જૂનાગઢમાંરહેતી વૈશાલી કોરીયા આજે મોદીની સભામાં પોતાના હસ્તે બનાવેલું વડાપ્રધાનનું ચિત્ર લઇને આવી હતી. તેમણે તે ચિત્રમાં મોદીનાં હસ્તાક્ષર લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

જૂનાગઢ | જૂનાગઢમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું ત્યારે સ્ટેજ પર તેના માટે સાદી ખુરશી રખાઇ હતી. તમામ નેતાઓ એક પ્રકારની ખુરશીમાં બેસ્યા હતા. જોકે બેસતા પહેલા નરેન્દ્ર મોદીએ સાવધાની રાખી હતી.

મોદીએ પોતાના ભાષણમાં બીગ બીના ડાયલોગ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં બોલી કહ્યું કે, કોંગ્રેસની કોઇ સરકારને કેમ ગિરનાં સિંહો દુનિયાને દેખાડવાનું અને તેનું ટુરિઝમ વિકસાવવાનું મન થયું ? સિંહ, ગિરનાર રોપ-વે, સોમનાથ મંદિર ધરાવતો પંથક આખા ગુજરાતનું ટુરિઝમ કેપિટલ બની શકે એવી શક્યતા ધરાવે છે.

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં...

અન્ય સમાચારો પણ છે...