• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ઓઝત નદી નજીક કારે બાઇકને હડફેટે લીધું, એકનું મોત, એકને ગંભીર ઇજા

ઓઝત નદી નજીક કારે બાઇકને હડફેટે લીધું, એકનું મોત, એકને ગંભીર ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોખરડાનાં બે યુવાનો તાલપત્રી લઇને વંથલીથી પરત ફરી રહ્યા હતા

વંથલીપંથકનાં ખોખરડા ગામે રહેતાં બે યુવાનો બાઇક લઇને તાલપત્રી લેવા માટે વંથલી ગયા હતાં અને ત્યાંથી પરત ફરતી વેળાયે ઓઝત નદી પાસે કારે બાઇકને હડફેટે લેતાં એકનું ઘટનાં સ્થળે મોત થયું હતું. જ્યારે એક યુવાનને ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વંથલીનાં ખોખરડા ગામે રહેતાં દિનેશ આણંદભાઇ ડાંગર અને પોલાભાઇ લખમણભાઇ બકોત્રા બન્ને યુવાનો બાઇક લઇને વંથલી તાલપત્રીની ખરીદી કરવા માટે ગયા હતાં અને તાલપત્રી લઇ લીધા બાદ યુવાનો ખોખરડા પરત ફરી રહ્યા હતાં દરમિયાન ઓઝત નદી પાસે બેફામ રીતે દોડી આવતી કારે યુવાનનાં બાઇકને ઠોકર મારી હતી અને દિનેશને ગંભીર ઇજા થતાં ઘટનાં સ્થળે મોત થયું હતું.

જ્યારે પોલાભાઇને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં 108 નાં ઇઅેમટી શબીરભાઇ અને પાઇલોટ સેંજલભાઇ દ્વારા સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતાં અને કાર ચાલક અકસ્માત સર્જી નાસી જતાં પોલીસેે તેમનાં વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...