પરિવાર ઉર્ષમાં ગયેલ અને તસ્કરોએ કર્યો હાથફેરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાંસોનારડી ગામે રહેતો પરિવાર દાતાર ઉર્ષમાં ગયેલ ત્યારે તેમનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાચાંદીનાં દાગીના સહિત 1.43 લાખની માલમતાની ચોરી કરી જતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વંથલીનાં સોનારડી ગામે રહેતા કાશમભાઇ ઇસ્માઇલભાઇ પલેજા અને તેમનો પરિવાર ગત તા.1નાં દાતાર ઉર્ષનાં મેળામાં ગયેલ અને તા.2નાં સવારે 10-30 વાગ્યે ઘરે પરત ફરતા મકાનનાં રૂમનાં દરવાજાનાં મિજાગરા તુટેલા જોવા મળેલ અને તપાસ કરતા રૂમમાં રહેલા કબાટમાંથી 83 હજારની રોકડ, 60 હજારનાં સોનાચાંદીનાં દાગીના, અગત્યનાં કાગળો મળી કુલ રૂ.1.43 લાખની માલમતાની ચોરી થયાનુ માલુમ પડ્યુ હતું.

અંગે વંથલી પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.એસ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...