• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નેહરુ પાસે કાશ્મીરનો મુદ્દો હતો, ત્યાં આજેય લોહીઉકાળા છે : મોદી

નેહરુ પાસે કાશ્મીરનો મુદ્દો હતો, ત્યાં આજેય લોહીઉકાળા છે : મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}જૂનાગઢ નહેરુપાસે જે મુદ્દો હતો કાશ્મીરમાં હજુયે લોહીઉકાળા ચાલુ છે. સરદારે જૂનાગઢનો પ્રશ્ન હાથમાં લીધો તેને લીધે આપણે અહીં મોજથી રહીએ છીએ. સરદાર હોત તો આજે જૂનાગઢ ક્યાં હોત એવો સવાલ મોદીએ કર્યો હતો. લોકો એવું મતદાન કરશે કે, ભાજપ તો જીતશે પણ કોંગ્રેસે કલ્પના નહીં કરી હોય એવી તેને સજા થશે.

}જામનગર : અઠવાડિયાપૂર્વે પોતે આગાહી કરી હતી કે, યુપીની ચૂંટણી, ગુજરાતની ચૂંટણી અને કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રમુખની યોજાનારી ચૂંટણીમાં શું પરિણામ આવશે, તેમણે કરેલી આગાહી સાચી પડી રહી છે. ગુજરાત સામે ગાંધી પરિવારને હંમેશાં વાંધો રહ્યો છે, માત્ર સરદાર પટેલ નહીં, પરંતુ શ્યામજીકૃષ્ણ વર્માને પણ અન્યાય કર્યો હતો, તેમની શહાદતની દરકાર કોંગ્રેસ કરી નહોતી.

}ધરમપુર : ચુંટણીસમયે લોકો ગમે એટલે મંદિરોમાં ચપ્પલ ઘસે પણ કોઈનું પણ છળ-કપટ ને પારખવાની શક્તિ ગુજરાતની પ્રજામાં રહેલી છે. જાતિવાદના ઝેરના મૂળ કોંગ્રેસે રોય્પા છે. આદિવાસીઓને સવર્ણો સાથે, શહેરીને ગામડાવાલા સાથે, ભણેલાને અભણ સાથે, અને ઉચ્ચ ને નીચ સાથે લડવાનું કામ કોંગ્રેસે આજ સુધી કર્યું છે. ગુજરાતની પ્રજાએ આવા વેરઝેર કરવાવાળાને કાયમ પરાજિત કરી છે.

}ભાવનગર : ઘરનોદીકરો છું, ક્યાંય ખોટું નથી કર્યું, બદઇરાદાવાળુ કૃત્ય નથી કર્યું કે માથું શરમથી ઝુકી જાય. પરંતુ કોંગ્રેસને ગુજરાતના સમાજની એકતા ખુંચે છે.

જાતિવાદનાં ઝેરનાં મૂળ કૉંગ્રેસે રોપ્યાં છે, ગુજરાતીઓ પરાજિત કરશે

અન્ય સમાચારો પણ છે...