10.5 ડીગ્રી તાપમાનથી જૂનાગઢવાસીઓ ઠર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમતો શિયાળો ધીમેધીમે વિદાય લઇ રહ્યો છે તેની વચ્ચે જૂનાગઢમાં ઠંડીનો પારો થોડા દિવસથી ગગડયો હોય હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત ઠંડાબોળ પવનો પણ ફુંકાઇ રહ્યાં હોય લોકોને ગરમ વસ્ત્રોમા વિંટળાવુ પડી રહ્યું છે.

સોરઠ પંથકમા ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા ઠંડીમા આંશિક ઘટાડો જરૂર નોંધાયો હતો જો કે ફરી ઉતર ભારતમા બરફવર્ષા થતા ઠંડાબોળ પવનો પણ ફુંકાયા હતા જેના કારણે ઠંડીમા વધારો નોંધાયો હતો. હાલ વહેલી સવારે અને રાત્રીના સુમારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેને પગલે બજારોમા તાપણા પણ જોવા મળી રહ્યાં છે. આજે શહેરનુ મહતમ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 47 ટકા નોંધાયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 5.4 કિમીની નોંધાઇ હતી. હાલ સાંજ પડતાની સાથે ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઇ જાય છે. ઉપરાંત વહેલી સવારે કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

મોડી રાત્રી અને વહેલી સવારે ઠંડીનું જોર

અન્ય સમાચારો પણ છે...