તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

28 ટીમ ભાગ લેશે, નેશનલ લેવલનું સિલેકશન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમ વખત ફરેણીમાં આજથી રાજ્ય કક્ષાની ફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

જૂનાગઢડિસ્ટ્રીકટ ફુટબોલ એસો. દ્વારા રાજ્યકક્ષાની ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આવતીકાલે ફરેણી ખાતેથી પ્રારંભ થશે. ટુર્નામેન્ટમાં 28 ટીમ ભાગ લેશે અને તેમાંથી સિનીયર ટીમનું સિલેકશન કરવામાં આવશે, જે નેશનલ લેવલે રમવા માટે જશે. જૂનાગઢ ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.નાં પ્રમુખ ડો.ઉદય જલુએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્ય ફુટબોલ જગતની સૌથી મોટી સિનીયર ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટનું જૂનાગઢ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે જૂનાગઢ નજીકનાં ફરેણી સહજાનંદ સંસ્કારધામ ખાતે તેમનો પ્રારંભ થશે જેમાં રાજ્યની 28 ટીમ ભાગ લેશે. ટુર્નામેન્ટમાંથી સિનીયર ટીમનું સિલેકશન કરવામાં આવશે. પસંદગી પામેલા ખેલાડીઓ આગામી સમયે નેશનલ લેવલે રમવા માટે જશે.

જૂનાગઢમાં ફૂટબોલ માટેનું મેદાન નથી

જૂનાગઢમાંથી ફુટબોલ ટીમ માટે મહેનત કરવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢ શહેર કે જિલ્લામાં ફુટબોલ રમી શકાય તેવા મેદાનનો અભાવ છે ત્યારે તંત્ર દ્વારા જિલ્લામાં ફુટબોલનું મેદાન બનાવવામાં આવે એવી માંગ પણ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...