તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંઠંડીનો પારો સતત ગગડી રહ્યો હોય કડકડતી ઠંડી પડી રહી છે. આજે પણ અહીનુ ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ જેને પગલે લોકો ગરમ વસ્ત્રોમા વિંટળાયા હતા અને રાત્રીના ઠેરઠેર તાપણાઓ નજરે પડયા હતા. જૂનાગઢમાં શિયાળો હવે બરાબર જામ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીનો પારો સતત નીચો જતો હોય હાડ થીજાવતી ઠંડીથી લોકો થરથર ધ્રુજી ઉઠયાં છે. આજે ડિસામાં 14.4 ડિગ્રી તેમજ નલીયામાં 13.8 ડિગ્રી સુધી પારો નોંધાયો હતો. જયારે જૂનાગઢમાં 15 ડિગ્રી સુધી તાપમાન નીચુ રહ્યું હતુ. આજે મહતમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયુ હતુ. વહેલી સવારે અને રાત્રીના સુમારે હાડ થીજાવતી ઠંડીના કારણે બજારોમા ઠેરઠેર તાપણાઓ જોવા મળી રહ્યાં છે. વહેલી સવારે અને રાત્રીના સુમારે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા પણ નજરે પડી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...