• Gujarati News
  • જૂનાગઢ વિલિંગ્ડન ડેમમાં તરસ્યું સાબર બની ગયું મગરનું ભોજન

જૂનાગઢ વિલિંગ્ડન ડેમમાં તરસ્યું સાબર બની ગયું મગરનું ભોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાપ્રખ્યાત વિલીંગ્ડનડેમમાં રાત્રીના સમયે સાબરના બચ્ચાનો મગરે શીકાર કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. મગરના શીકારનો ભોગ બનેલ સાબરનું બચ્ચુ મોતને ભેટતા તેનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે સક્કરબાગ ઝૂમાં પણ ખસેડવામાં આવ્યો હતો.

દાતારની તળેટીએ આવેલ વિલીંગ્ડન ડેમમાં આજે સવારે મૃત હાલતમાં સાબરનું બચ્ચુ જોવા મળતા લોકોએ વનવિભાગને જાણ કરી હતી. વનકર્મીઓ ઘટના સ્થળે પહોંચતા સાબરના બચ્ચાનો મૃતદેહ નજરે પડ્યો હતો. રાત્રીના સમયે જંગલમાંથી પાણી પીવા માટે ડેમનાં કાંઠા પર આવેલા માસના સાબરના બચ્ચાને મગરે ફાડી ખાતા તેનું મોત નિપજ્યું હતું. બાદમાં વનર્મીઓ દ્વારા સાબરના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યો હતો.

આરએફઓ પી.જે.મારૂના જણાવ્યાનુસાર સાબરનું બચ્ચુ માસનું હતું અને મગરે તેના પાછળના ભાગે તીક્ષ્ણ દાંત વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યું હતું. વિલીંગ્ડન ડેમમાં મગરની સંખ્યા વધી જતાં પાણી પીવા આવતા નાના-મોટા પ્રાણીઓ અવાર-નવાર મગરનો શીકાર બનતા હોય છે.

મગરનો શિકાર બનેલું સાબરનું 6 માસનું બચ્ચું. }મેહુલ ચોટલીયા