• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • આરઝી હકુમત સેના જ્યાં જ્યાં લડી તમામ સ્થળે સ્મારક બનાવો

આરઝી હકુમત સેના જ્યાં - જ્યાં લડી તમામ સ્થળે સ્મારક બનાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીસાથે સાથે જ્યાં આરઝી હુકુમતની લડાઇ થઇ હતી તે તમામ સ્થળોને અેટલે કે રાજકોટનું સરદારગઢ મહેલ (હાલનું સર્કિટ હાઉસ), અમરાપુર, કુતિયાણા, નવાગઢ, ગાધકડા, જેવા ઐતિહાસિક સ્થળોને સ્મારક બનાવો તેમ જૂનાગઢનાં પૂર્વ નગરસેવકે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આરઝી હુકુમતની લડાઇમાં રાજકોટ સ્થિત સરદારગઢ મહેલ (હાલનું સર્કિટ હાઉસ), અમરાપુર, કુતિયાણતા, નવાગઢ, ગાધકડા જેવા શહેરોને કબજો કરવામાં આવ્યા હતા. નવાબની હુકુમતો સામે આરઝી હુકુમત અંતર્ગત શામળદાસ ગાંધી, સનતભાઇ મહેતા જેવા સેનાનીઓએ શહેરોને કબજામાં કર્યા હતા જે ઐતિહાસિક ક્ષણ હતી તેને 65 વર્ષ થયા છે અને લોકસાહિત્યકાર વી.એસ.ગઢવી, જૂનાગઢનાં પરિમલ રૂપાણી, ઇતિહાસવિદ પ્રદ્યુમન ખાચર, પોરબંદરનાં નરોતમભાઇ પલાણ, જૂનાગઢનાં નરોતમભાઇ દવે અને ઇતિહાસકાર સ્વ.શંભુભાઇ દેસાઇનાં પુસ્તકો ઉપરથી આરઝી હુકુમતની માહિતી મેળવી તેનું માત્ર એક શ્રેષ્ઠ સ્મારક નહી પરંતુ જ્યાં લડાઇ થઇ ત્યાં સ્મારકો બનાવો તેમ જૂનાગઢનાં પૂર્વનગર સેવક શશિકાંત દવેએ મુખ્યમંત્રીને રજૂઅાત કરી છે. આરઝી હુકુમત ઐતિહાસિક ઘટના હોય લડત લડતા સ્થળોએ સ્મારક બનાવવાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...