પોલીસે કોમ્બિંગમાં ફરાર 6 શખ્સને ઝડપી પાડ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢડિવિઝન પોલીસે શનિવારે મોડી રાત્રે કોમ્બિંગ કરી 6 શખ્સને ઝડપી લીધા હતા. પીઆઇ આર.એલ.રાઠોડ અને સ્ટાફે શનિવારે રાત્રી પંચેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતુ. અને નીચલા દાતાર વિસ્તારના મુસ્તફા ઉર્ફે બબલુ રફીક મકરાણી,રાજુ આલા મુછાળ,દેવાયત મુળુ મોરી,વિરા ધાના મુછાળ,ઉકા હમીર મોરી, અને ભીખા ગોગન રબારીને ઝડપી લીધા હતા. શખ્સો નાસતા ફરતા હતા. ઝડપાયેલા તમામ શખ્સને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...