• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સરદારબાગનાં નવાબી કાળનાં સિંહનાં સ્થાપત્ય જર્જરીત

સરદારબાગનાં નવાબી કાળનાં સિંહનાં સ્થાપત્ય જર્જરીત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસકોએ રંગરોગાન કરવાનું જરૂરી માન્યુ નથી

જૂનાગઢમાંનવાબીકાળમાં 6 સિંહોનાં શિલ્પ સ્થાપત્ય જર્જરીત હાલતમાં જોવા મળ્યા છે. સિંહોનાં શિલ્પને રંગરોગાણ કરવાનું કે જાળવણી કરવાનું શાસકોએ ક્યારેય જરૂરી સમજયુ નથી.

જૂનાગઢમાં આઝાદી પહેલા શહેરમાં ઠેર ઠેર વિસ્તારમાં સિંહોની પ્રતિકૃતિ બનાવાઇ હતી. જેમાં હાલ અવશેષો તરીકે બે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે, એક સરદારબાગનાં દરવાજા પાસે, એક રેલ્વે સ્ટેશનનાં દરવાજા પાસે અને બે પ્રતિકૃતિ હસ્નાપુર ડેમ પાસે જોવા મળ્યા છે. એક પથ્થરમાંથી બનેલા શિલ્પ સ્થાપત્યને હાલનાં શાસકો સાચવણી કરી શકે તેમ નથી એવું લાગે છે. સરદારબાગ અને ઝાંસીની રાણીની પ્રતિમા પાસેનાં સિંહોની પ્રતિકૃતિ પ્રવાસીઓને નજરે ચઢે તેમ નથી. કેમકે દિવાલો ઉંચી થતાં સ્થાપત્ય નજરે ચઢતું નથી. જૂનવાણી પ્રતિકૃતિને શાસકોએ કયારેય રંગરોગાણ કર્યુ નથી. જેનાં કારણે સાવ જર્જરીત હાલતમાં જોવા મળે છે. એશીયાઇ સિંહની ઓળખ માટે સોરઠ પ્રખ્યાત છે, ત્યારે શાસકોએ જૂની વારસાની પ્રતિકૃતિની જાળવણી કરવી આવશ્યક છે.

જૂનાગઢમાં અનેક નવાબીકાળના સ્થાપત્યો ધૂળ ખાઇ રહ્યા છે પરંતુ કોર્પોરેશન તેની શાળ સંભાળ રાખી શકતુ નથી.

અન્ય સમાચારો પણ છે...