• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અજાણી કારની ઠોકરથી કાર 2.5 ફૂટ ઉંચા ડિવાઇડર પર ચડી ગઇ

અજાણી કારની ઠોકરથી કાર 2.5 ફૂટ ઉંચા ડિવાઇડર પર ચડી ગઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મજેવડી ગેઇટ પાસે વહેલી સવારે થયો અકસ્માત

જેતપુરનાવેપારી હરસુખભાઇ કારભાઇ રાબડીયા આજે સવારે તેની જીજે 6ડીક્યું 669 નંબરની કારમાં જેતપુરથી કોઇ કામ માટે જૂનાગઢ આવતા હતા તે દરમિયાન શહેરના મજેવડી ગેઇટ પહેલા આવતા પેટ્રોલ પંપ સામ એક પજેરો કારે વેપારીની કારને પાછળથી ઠોકર મારી હતી .પજેરો કારે જે ઝડપથી વેપારીની કારને ઠોકર મારી હતી. તેનાથી કાર 2.5 ફુટ જેટલા ઉંચા ડિવાઇડર પર ચઢી ગઇ હતી. બનાવ બાદ પજેરો કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.આ અકસ્માતમાં હરસુખભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી.બનાવ અંગે ડિવિઝન પોલીસ ગુુન્હો નોંધી કારચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...