તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પાજોદની પરિણીતાએ પતિ સસરાનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું

પાજોદની પરિણીતાએ પતિ - સસરાનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાજોદની પરિણીતાએ પતિ - સસરાનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું

ક્રાઇમરીપોર્ટર. જૂનાગઢ

માણાવદરનાંબાંટવા તાબેનાં પાજોદ ગામે પરિણીતા રેવતીબેનને તેના પતિ ગોકુલ કટારીયા અને સસરા વીરજી પુંજા અવાર-નવાર કંઇ કામ આવડતું નથી, કામ કરતી નથી, બેઠી રહે છે એવા મેણા ટોણા મારી માનસીક - શારીરિક દુ:ખ ત્રાસ આપતા અને રેવતીબેનનાં પિતા તથા ભાઇ પાસેથી સેન્ટીંગનાં ધંધા માટે 20 હજાર લાવેલ તે પરત દેવા પડે માટે પણ દુ:ખ ત્રાસ આપતા રહેતા હોય ત્રાસથી કંટાળી જઇ રેવતીબેને રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવમાં ટિટોડી ગામે રહેતા મૃતકનાં પિતા ડાયાભાઇ સોમાભાઇ મગરાએ બંને વિરૂધ્ધ પોતાની પુત્રીને મરવા માટે મજબુર કર્યાની બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.પી.પાલીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...