તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ગુરુવંદનાનાં પાવન પર્વ ગુરૂ પૂર્ણિમાની આજે થશે ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવંદનાનાં પાવન પર્વ ગુરૂ પૂર્ણિમાની આજે થશે ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરૂનીવંદનાનો દિવસ એટલે ગુરૂપુર્ણીમા આવતી કાલે ગુરૂપુર્ણિમાનાં પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં આવેલા વિવિધ સાધુ સંતો તેમજ શહેરમાં વિવિધ શાળઓ અને સંસ્થાઓ દ્વારા ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

ગિરિવર ક્ષેત્રમાં કે જયા સાક્ષાત ગુરૂ દતાત્રેયનાં બેસણા છે અને ગુરૂદત અને ગુરૂ ગોરખનાથ અને બાવનવીર ચોસઠ જોગણી બીરાજમાન છે. ત્યાં સંતો દ્વારા ધામધુમથી ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ભવનાથ ખાતેનાં ખાખ ચોક ખાતે મહંત રામદાસજીનાં નેજા હેઠળ ઉજવણી થશે. જવાહર રોડ સ્થિત ભીડભંજન મંદિરે અંબાજી મહંત તનસુખગીરી બાપુ દ્વારા સમાધી પુજન અને સમુહ પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો ઉપલાદતાર ખાતે વિઠ્ઠલબાપુ અને ભાવિકો પુજય પટેલ બાપુની સમાધીનું પુજન કરશે. ભવનાથમાં કાશ્મિરી બાપુની જગ્યાએ પણ સવારે આરતી પુજા સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રામટેકરીનાં મહંત કિશનદાસજી બાપુ દ્વારા ગુરુ પુજન બાદ ભોજન પ્રસાદનો કાર્યક્રમ પણ યોજાયો છે. મહંત ઇન્દ્રભારતી બાપુ દ્વારા ગુરૂપુજન, સંતવાણી અને સમુહપ્રસાદ સહિતનાં કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આવતીકાલે ગુરૂપુર્ણિમાનાં પાવન પર્વે શ્રી વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવનો દિવસ હોય મંદિરે વહેલી સવારથી માતાજીનાં મંગળા આરતી, શ્રુંગાર દર્શન અને માતાજીનો યજ્ઞ (નવચંડી યજ્ઞ) હોઇ સાંજે 5 કલાકે બીડું હોમ્યા બાદ બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાયો છે.શહેરમાં છગન મામાની સોસાયટીમાં આવેલ ગુરૂમાં કુટીર આશ્રમમાં ગુરૂમાં હંસાબાનાં આશિર્વાદ થી ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાશે જેમાં ગુરૂમાંની ચરણપાદુકાનું પુજન બાદ બપોરે ભોજન પ્રસાદ તથા ધાર્મિક સત્સંગનું આયોજન રાખેલ છે. જેમાં ગીતાબેન પટેલ, કંચનબેન ટાંક, દિવ્યાબેન મહેતા, નિશાબેન ટાંક, વગેરે સેવકો દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. ઉપરાંત માંગનાથ રોડ ખાતેની સરસ્વતી હાઇસ્કુલમાં સંચાલક પ્રદિપ ખીમાણી જગદિશ ખીમાણી, નરેશ ખીમાણી તથા રઘુભાઇ ખીમાણીની ઉપસ્થિતિ વચ્ચે ગુરૂ પુર્ણિમાંજી ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો