તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ કોલેજનાં રૂ 1.89 કરોડની તપાસ CBI કરે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢજિલ્લાનાં ઝાંઝરડા ગામમાં મેડીકલ કોલેજ માટે દીપચંદ ગાર્ડી દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી હતી. દાતાએ જે તે સમયે રૂ. 1.89 કરોડની ચુકવણી કરી હતી. જમીનની ફાળવણી બાદ હજુ સુધી કોઇ કોલેજ બની નથી. દાતાનાં રૂપિયા સરકારને જમા થયા હતા. મોટી રકમ અંગે સરકારનાં કયા હેડમાં પૈસા જમા થયા છે. રૂપિયા સરકારે કયા કામમાં વાપર્યા છે. કામે સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તો રકમની જાણ થાય અને ન્યાય પણ મળે. બાબતે ઝાંઝરડા ગામે રહેતા રાજુભાઇ દિવરાણીયાએ અરજી કરી હતી.

તેમજ ઉચ્ચ લેવલથી યોગ્ય તપાસ કરી પૈસા સરકારનાં કયા હેડમાં જમા થયા છે તે યોગ્ય જાણ થવી જરૂરી છે. મેડીકલ કોલેજ બની નથી તો દાતાના પૈસા સરકાર ખાઇ ગઇ હોય તેવી શંકા લોકો માંથી ઉઠવા પામી છે.

દીપચંદ ગાર્ડીએ 1.89 કરોડની ચુકવણી કરી હતી. જે સરકારે ભ્રષ્ટાચાર કરી વેડફી નાંખ્યા છે તેવા આક્ષેપ સાથે તપાસ કરવા માટે માંગ ઉઠી હતી.

ભ્રષ્ટાચાર કરી વેડફી નાંખ્યા

ઝાંઝરડા ગામે રહેતા રાજુભાઇ દિવરાણીયાએ અઢી માસ પહેલા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાબતે તેમને તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધર્યાની બાંહેધરી આપવામાં આવી હતી.

અઢી માસ પહેલા અરજી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો