તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવીલ હોસ્પિટલમાં તબીબની અછતને લઇ ઉપવાસ આંદોલન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીસિવિલ હોસ્પીટલમાં ઘણા સમયથી તબીબની ઘટ હોવાને કારણે જૂનાગઢમાં સારવારમાટે આવતા દર્દીને મુશ્કેલી પડતી હોવાથી અાજે જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપે સિવિલ હોસ્પીટલ સામે ઉપવાસ આંદોલન કર્યુ હતુ.અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આવેદન પત્ર પાઠવી તાત્કાલીક ઘટ્ટવાળા તબીબ ભરતી કરવા અને જૂનાગઢ મેડીકલ કોલેજમાં પીએમ કરવા માંગ કરી હતી.જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં જૂનાગઢ ,અમરેલી,ગીરસોમનાથ, સહિતના જિલ્લાના દર્દીઅો આવતા હોય છે. જોકે તબીબીની ઘટ્ટના હોવાને દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં તબીબના અભાવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરતા પણ ખરાબ હાલત જોવા મળી છે.આ ઉપરાંત જૂનાગઢ મેડીકલ કોલેજમાં તમામ સુવિધા હોવા છતા મૃતદેહને પીએમ માટે જામનગરકે રાજકોટ ખસેડવામાં આવે છે. બન્ને માંગને લઇ આજે મધુર સોશ્યલ ગૃપે સિવિલ હોસ્પીટલમાં ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ.અને વહેલી તકે બન્ને માંગ પુરી કરવામાં આવે તે માટે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આવેદન આપી મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોચાડવામાં આવે તેમ જણાવ્યુ હતું વિરોધ પ્રદર્શનમાં સલીમ ગુજરાતી,અને.અેસ દાનાઇ,ફરીદ ખોખર,નરેશ સાચીયા,મનિષ દવે,મહેન્દ્ર દવે ,હનીફ ચામડીયા,અયુબખાન બ્લોચ,હનીફ ચામડીયા સહિતના લોકો હાજર રહ્યા હતા.

ઉપવાસ આંદોલન પર બેસેલા અગ્રણીઓ તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો