તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
24 જુલાઇની પેઇન્ટીંગ સ્પર્ધાએ પણ છાત્રો-કલાકારોમાં આકર્ષણ જગાવ્યું

આજે યોજાનાર રંગોળી સ્પર્ધા માટે શહેરમાંથી અધધ 400 એન્ટ્રી આવી

જયહો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત યોજાનાર રંગોળી સ્પર્ધામાં શહેરમાંથી અધધ 400 એન્ટ્રીઓ આવી છે. આવતીકાલ તા. 19 જુલાઇની બપોરે 2 થી 4 દરમ્યાન રંગોળી સ્પર્ધા યોજાશે. સ્પર્ધકે બપોરે 1:30 વાગ્યે ભૂતનાથ મંદિર નજીક આવેલી દોમડીયા વાડી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.બપોરે 1:30 વાગ્યે ઉપસ્થિત થયા બાદ સ્પર્ધકોની સ્થળ પરજ નોંધણી કરી તેઓને રંગોળી બનાવવા માટેની જગ્યા ફાળવવામાં આવશે. 2 થી 4 રંગોળી બનાવવાનો સમય રહેશે. અને ત્યારબાદ 4 થી 5 દરમ્યાન નિર્ણાયકો નિર્ણય લેશે. અને 5 વાગ્યાથી જૂનાગઢવાસીઓને રંગોળી નિહાળવા માટે તે પ્રદર્શન રૂપે ખુલ્લી મૂકાશે. કોઇપણ જૂનાગઢવાસી વિવિધ પ્રકારની 400 રંગોળીની ડીઝાઇનો નિહાળી શકશે. માટે વિદ્યાર્થીઓ અને કલાકારોએ જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. તો આગામી તા. 24 જુલાઇને રવિવારે યોજાનાર પેઇન્ટીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે પણ વિદ્યાર્થીઓ અને અન્ય કલાકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અને જૂનાગઢ જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલી પેઇન્ટીંગ કોમ્પિટીશનમાં થીમ ટ્રાફિક અવેરનેસને લગતી રહેશે. સ્પર્ધકને ચિત્ર દોરવા અને કલર કરવા માટેનાં રંગોળ-શીટ વગેરે સ્થળ પર વિનામૂલ્યે આપવામાં આવશે. જોકે, માટે છાત્રોએ પોતપોતાની શાળા-કોલેજો મારફત અને અન્ય લોકોએ મો. 9574969585 ઉપર સંપર્ક સાધી નામ નોંધાવવાનું રહેશે. મહાકાય આયોજનમાં સેંકડો એન્ટ્રી આવવા લાગી છે. સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાશે. અને તેમાં કોઇપણ કેટેગરીમાં પ્રથમ આવનારને રૂ. 5 હજાર, દ્વિતીયને રૂ. 2500 તેમજ તૃતીયને રૂ. 1500 નો રોકડ પુરસ્કાર એનાયત થશે. ઉપરાંત તમામ વિજેતાઓનાં ફોટા શહેરમાં વિવિધ સ્થળોએ હોર્ડીંગમાં પ્રદર્શિત કરાશે.દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલીદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગતની પેઇન્ટીંગ સ્પર્ધામાં રેકોર્ડબ્રેક સ્પર્ધકો ભાગ લેશે એવો માહોલ સર્જાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો