તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી પડતાં ભારે હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ તાલુકા પંચાયત કચેરીમાં વરસાદી પાણી પડતાં ભારે હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢતાલુકા પંચાયત કચેરી ત્રણ માળની છે. જેમાં સામાન્ય વરસાદમાં કચેરીઓ પાણી પાણી થઇ હતી. જેનાં કારણે અગત્યનાં દસ્તાવેજો પલળી જતાં હાલાકી સર્જાઇ હતી.જૂનાગઢ તાલુકા પંચાયત કચેરી લીમડા ચોક ખાતે આવેલી છે. જ્યાં હાલ ચોમાસાની સીઝનમાં બેસવામાં મુશ્કેલી થાય તેમ છે. માત્ર સામાન્ય વરસાદ પડતા અગત્યનાં દસ્તાવેજો, કાગળો પલળી જાય છે. તાલુકા પંચાયત કચેરી સાવ જર્જરીત હાલતમાં જોવા મળે છે. કચેરીમાં ઇ-ગ્રામ શાખા, બાંધકામ શાખા, કારોબારી ચેમ્બર, નરેગા શાખા, મેઇન હોલ વગેરે અગત્યની શાખામાં વરસાદી પાણી પડે છે. ઉપલા માળથી નીચે સુધી વરસાદી પાણી પડતા નિકાલની યોગ્ય વ્યવસ્થા થઇ નથી. કર્મચારીઓ આમથી તેમ કાગળનાં પોટલા કે કોમ્પ્યુટર ફેરવતા જોવા મળે છે. હજુ ચોમાસાની સીઝન શરૂ થઇ છતાં આટલી સમસ્યા સર્જાઇ છે, જ્યારે વધુ વરસાદ પડશે ત્યારે કચેરી વરસાદી પાણીથી ભરાઇ જશે તો વધુ આર્થિક રીતે નુકશાની થશે.

ઓનલાઇન સીસ્ટમ થતાં કોમ્પ્યુટરમાં મોટા ભાગનું કામ કરવામાં આવતું હોય છે. ત્યારે વરસાદનું પાણી પડતા કોમ્પ્યુટર સીસ્ટમને હાની પહોંચ્યાની રાવ ઉઠી હતી.

વરસાદી પાણીનાં લીધે મોંઘા એવા કોમ્પ્યુટર બગડ્યા

ત્રણ વર્ષ પહેલા કચેરી બેસવા લાયક નથી, જે માટે રજૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે આવી સમસ્યા સર્જાઇ છતાં નીંદભર તંત્રને રીનોવેશનનાં કામમાં રસ જણાતો નથી.

રીનોવેશનમાં રસ નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો