તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રતોની ઉજવણી બની મોંઘીદાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુમારીકાઓનાંમનભાવન ભરથાર મેળવવાનાં ગોરીવ્રત ચાલુ થઇ રહ્યા છે. ગોરીવ્રતની ઉજવણી માટે ગોરમાની ટોપલીઓ, પુજાપો તેમજ સુકામેવાની માંગ જોવા મળી રહી છે. જોકે, ગૌરીવ્રતની ઉજવણીમાં પાણી મોંઘવારીની અસર જોવા મળી રહી છે.હવે ઇન્સ્ટન્ટ અને રેડીમેઇડનાં જમાનામાં ગોરમાં સાથેની ટોપલીનું ચલણ પણ વધવા લાગ્યું છે. જે રૂ.40ની આસપાસ બજારમાં મળી રહે છે. તો ટોપલીઓ અને બિયારણો પણ છુટક મળે છે. જે સૌ પોતપોતાની જરૂરીયાત મુજબ ખરીદતા હોય છે.વ્રતોની ઉજવણીમાં ખાસ એવું સ્થાન સુકામેવાનું હોય છે. જોકે, ભાવ સાંભળતા આંખો ફાટી જાય તેવા હાલ વ્રતધારી કન્યઓને થઇ રહ્યા છે. બદામ, પિસ્તા, કાજુ, અંજીર, અખરોટ વગેરેનાં ભાવમાં 10 થી ‌15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો