• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સીંહદર્શન માટે સાસણ આવતા પ્રવાસીઓ માટે અગાઉ સીંહ સદન

સીંહદર્શન માટે સાસણ આવતા પ્રવાસીઓ માટે અગાઉ સીંહ સદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીંહદર્શન માટે સાસણ આવતા પ્રવાસીઓ માટે અગાઉ સીંહ સદન ખાતે ખાસ કાઉન્ટર ઉભું કરાયું હતું. જેમાં લાઇનમાં ઉભા રહીને પરમીટ મેળવવી પડતી. જેમાં ઘણી વખત લોકોને પરમીટ નહોતી મળતી. જોકે, છેલ્લા ઘણા વખતથી ઓનલાઇન પરમીટની સીસ્ટમ અપનાવાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે. એવો દાવો વનવિભાગે કર્યો છે.

અંગેની વીગતો આપતાં જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળનાં સીસીએફ એ. પી. સીંહે જણાવ્યું હતું કે, સીંહ દર્શન માટે સાસણ ખાતે 100 ટકા ઓનલાઇન પરમીટ આપવાનું શરૂ કર્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં 10 હજારનો વધારો થયો છે. જ્યારે અમુક પરમીટો સીંહ સદન ખાતે કાઉન્ટર પરથી પણ અપાતે વખતે વર્ષ 2014-15 માં 1156 વિદેશી અને 35,585 ભારતીય પ્રવાસીઓ મળી કુલ 36,741 પ્રવાસીઓએ ગિર જંગલની મુલાકાત લીધી હતી. જેના થકી વનવિભાગને પરમીટ અને સીંહ સદનનાં ભાડાંની કુલ રૂ. 1 કરોડ 47 લાખની આવક થઇ હતી. તેની સામે વર્ષ 2015-16 માં એટલે કે 100 ટકા ઓનલાઇન પરમીટ આપવાનું શરૂ કર્યા બાદ 987 વિદેશી અને 44,909 ભારતીય મળી કુલ 45,896 પ્રવાસીઓએ ગિરની મુલાકાત લીધી હતી. જેના થકી વનવિભાગને કુલ રૂ. 1 કરોડ 82 લાખની આવક થઇ છે. આને લીધે થયું એવું કે, અગાઉ જ્યારે પ્રવાસીઓએ આગલી રાત્રે 10 વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવું પડતું. તો ક્યારેક અમુક લોકો પૈસા લઇને બીજા વતી લાઇનમાં ઉભા રહીને પરમીટ અપાવતા પ્રવૃત્તિ હવે બંધ થઇ છે. પરીણામે લોકોની હાલાકીમાં ઘટાડો થયો છે. અને સુવિધા વધી છે. જોકે, અને લીધે હોટલ વાળાને થોડી મુશ્કેલી થાય છે. તેનો થોડા સમયમાં ઉકેલ લાવીશું. એમ પણ તેમણે જણાવ્યું હતું. ચાલુ વર્ષે ઓનલાઈન રજીસ્ટેશનના કારણે પ્રવાસીઓમાં વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...