• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • દાત્રાણાની પરિણીતાનું મોત, પતિ સાસુ સામે હત્યાનો ગુનો

દાત્રાણાની પરિણીતાનું મોત, પતિ - સાસુ સામે હત્યાનો ગુનો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાંદાત્રાણા ગામે ગત તા.12નાં પરિણીતા પર કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાનાં પ્રયાસમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં પોલીસે પતિ-સાસુ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે રહેતી પરિણીતા રૂપાબેન (ઉ.વ.30)ને તેના પતિ વિનોદ દેવજી મકવાણા અને સાસુ લાખુબેને ચારિત્રય અંગેની શંકાઓ કરી શારીરિક - માનસીક ત્રાસ આપી ગત તા.12નાં રોજ રૂપાબેન પર કેરોસીન છાંટીને દિવાસળીની કાંડીથી આગ ચાપી સળગાવી દેવાનો પ્રયાસ કરતાં ગંભીર રીતે દાઝી જતાં 108 મારફત મેંદરડા લાવ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડાઇ હતી. જયાં પરિણીતાનાં નિવેદન આધારે પોલીસે પતિ અને સાસુ વિરૂધ્ધ 307નો ગુનો નોંધ્યો હતો.

દરમિયાન સોમવારનાં સાંજનાં અરસામાં રૂપાબેનનું સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે બંને વિરૂધ્ધ 302 હેઠળ હત્યાનો ગુનો નોંધી પીએસઆઇ ગઢવીએ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

7 વર્ષની પુત્રીએ માતા, હવે પિતાની હુંફ ગુમાવી

મૃતકરૂપાબેન અને વિનોદનાં નવ વર્ષનાં લગ્ન જીવનમાં 7 વર્ષની પુત્રી ખુશી હતી. માસુમે પ્રથમ માતાની હુંફ ગુમાવી હતી અને હવે પિતા સામે પણ હત્યાનો કેસ નોંધાતા પિતાનો પણ સાથ ગુમાવી દીધો છે. અત્રે નોંધનીય બની રહેશે કે, સાંસારીક ઝઘડાઓના બનાવોનાં ગંભીર પરિણામોમાં માસુમ સંતાનોને તેનો ભોગ બનવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...