• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં તબીબે દેશદાઝ માટે 74 વખત સોમનાથ પદયાત્રા કરી

જૂનાગઢનાં તબીબે દેશદાઝ માટે 74 વખત સોમનાથ પદયાત્રા કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંતબીબે ભવનાથ મંદીરેથી સોમનાથ મંદીર જવાની 74મી પદયાત્રા કાઢી હતી. તેમણે દેશમાં ભ્રષ્ટાચાર, આતંકવાદ , ગૌ પર અત્યાચાર, સ્ત્રી પર અત્યાચારનો ઝડપી ખાતમો થાય તે હેતુથી પદયાત્રા કાઢે છે.

જૂનાગઢમાં રહેતા ડો.ડી.એ.રાઠોડએ તાજેતરમાં 74મી સોમનાથ સુધીની પદયાત્રા પૂર્ણ કરી હતી. પદયાત્રા કાઢવાનો હેતુ દેશમાંથી આતંકવાદ, ભ્રષ્ટાચાર નાબુદ થાય, ભૌમનાં ભુલકાઓને સમાનતાથી ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય, જનલોકપાલ બિલ પાસ કરી જલ્દી અમલ થાય, ગૌમાતા-સ્ત્રી પર અત્યાચાર કરતા આરોપીઓને જાહેરમાં સજા કરવાનો કડક કાયદો બનાવી અમલ કરવામાં આવે અને ન્યાયપાલિકામાં મામુલી ન્યાય આપવામાં વર્ષો લાગે ત્યારે માત્ર એક વર્ષમાં ઉકેલ આવે તેવી માંગ કરી હતી. તે 8 વર્ષથી પદયાત્રા કાઢે છે.

ભવનાથ મંદીરેથી તેમણે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં તબીબ સાથે જયદીપ રાઠોડે 7મી વાર, કિરીટભાઇએ 5મી વાર અને મહિપાલ અને રાજકુમારે પ્રથમ વાર પદયાત્રા પૂર્ણ કરી હતી. તેમનો પદયાત્રા કાઢવાનો વિચાર દેશમાં સર્જાઇ રહેલી સમસ્યા જોતાં આવ્યો હતો.

પદયાત્રામાં પરિવાર અને મિત્રો જોડાયા હતા }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...