સરકારી બેન્કમાં સોેથી વધુ વિશ્વાસ મૂક્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લામાં શનિવારથી જે લોકોનું બેન્કમાં ખાતુ નથી તેમના ખાતા ખોલાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 2121 લોકોના બેન્કમાં નવા ખાતા ખુલ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં વધુ નવા ખાતા ખુલ્યા છે. સરકારી અને ખાનગી બેન્ક પૈકી સરકારી બેન્ક પર લોકોએ વધુ વિશ્વાસ મુકી તેમા ખાતુ ખોલાવવાનું પસંદ કર્યું હતુ.

500 અને 1000ની નોટ બંધ થયા બાદ લોકોને તેની જુની નોટ બદલાવાની સમય મર્યાદા પુરી થતા હવે તમામ પ્રકારની નોટ ખાતામાં જમા કરાવાઇ રહી છે. જોકે ઘણા લોકોને બેન્કમાં ખાતુ હોવાથી તેમને રકમ જમા કરાવવામાં હાલાકી પડી રહી છે. ત્યારે જે લોકોને બેન્કમાં ખાતુ હોય તેમનુ નવુ ખાતુ ખોલી આપવા તમામ બેન્કોએ શહેરની નવી તાલુકા પંચાયત કચેરી તેમજ તેમની બેન્કમાં પણ ખાતુ ખોલી આપવાની સગવડ કરી આપી છે સતત ત્રણ દિવસથી ચાલતી કામગીરીના અંતે જૂનાગઢ જિલ્લામાં કુલ 2121 નવા બેન્ક ખાતાઓ ખુલ્યા હતા. જૂનાગઢ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ બેન્ક ખાતા ખુલ્યા છે. તો બેંકની બાબતમાં સરકારી બેન્કમાં લોકોએ વધુ વિશ્સ મુકી ખાતા ખોલાવ્યા હતા. નોટબંધીનાં પગલે શરૂઆતનાં દિવસોમાં બેંક જુની નોટનાં બદલે નવી નોટ બદલી આપતી હતી. પરંતુ હવે જે તે લોકોએપોતાનાં ખાતામાં રૂપિયા જમા કરાવી નવી ચલણી નોટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેતા અનેક બેંક ખાતાઓ ખુલવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...