બાઇકસવાર સમડી ગેંગનો પોલીસને પડકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાલ ટાવર પાસે પતિ પત્ની જતા હતા ત્યારે ઘટનાને અંજામ આપ્યો

ત્રીજા દિવસે પણ મહિલાને નિશાન બનાવતી સમડી ગેંગ

જૂનાગઢમાંચેઇન સ્નેચર ગેંગ જાણે પોલીસને પડકાર ફેકી રહી હોય તેમ સતત ત્રીજા દિવસે પણ ચીલઝડપ ની ઘટનાને અંજામ અાપ્યો હતો. શહેરના વિશાલ ટાવર પાસેથી ચાલીને જતા પતિ પત્નીને બાઇક સવારે બે શખ્સે ટારગેટ કર્યા હતા. અને રૂા40 હજારના મંગલસૂત્ર સેરવી ફરાર થઇ ગયા હોવાની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં સતત ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચીંગની ઘટના બનતા ફફડાટ ફેલાયો છે. વડલીચોક પાસે વૃધ્ધાના ચેઇનની ચીલઝડપની ઘટના,બાદ સિવીલ હોસ્પિટલ ગેઇટ પાસે બે મહિલાના ગળામાંથી ચેઇન અને મંગલસુત્ર સેરવી લેવાની ઘટના બની હતી. બન્ને ઘટનાની તપાસમાં પોલીસ ઉંડી ઉતરે તે પહેલા વધુ એક ચીલઝડપની ઘટના બની છે. જૂનાગઢના મધુરમ સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર વલ્લભભાઇ વૈદ તથા તેમના પત્ની રેખાબેન રવિવારે રાત્રીના વિશાલ ટાવર પાસે જતા હતા તે દરમ્યાન બાઇકમાં આવેલા બે શખ્સે દંપતીનો પહેલા બાઇકથી પીછો કર્યો હતો. બાદમાં રેખાબેનના ગળામાંથી રૂા 40 હજારની કિમતના મંગળસુત્રની ચીલઝડપ કરી નાસી ગયા હોવાની પોલીસે ફરિયાદ નોંધી છે. અંગે વધુ તપાસ પીએસઆઇ પી.વી વાઘેલા ચલાવી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસમાં બનેલી ઘટના રાત્રીના અંધારામાં બની હતી. બાઇકસવાર શખ્સો રાત્રીના 8થી 9:30 દરમ્યાન મહિલાઓને ટારગેટ કરી ચીલઝડપની ઘટનાને અંજામ આપ્યો હતો.દરેક વખતે સ્થળ અલગ અલગ પસંદ કરી રહ્યા છે.

અંધારાનો લાભ લઇ ચીલઝડપ કરી

અન્ય સમાચારો પણ છે...