તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીશુ મંગલમાંથી બે સગીર બાળકો મોડી સાંજથી ગુમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંચાલકોએ ફરિયાદ નોંધાવી હતી

જૂનાગઢનાશીશુ મંગલ બાળ સંસ્થામાંથી અમરેલીના બે સગીરો મોડી સાંજે ગુમ થઇ ગયા હતા.આ અંગે ની સંચાલકોને જાણ થતા પ્રથમ શોધખોળ કરી હતી. જોકે તેની ભાળ મળતા અંતે સીડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સગીરની શોધખોળ હાથ ધરી છેે. બનાવની મળતી વિગત મુજબ મુળ અમરેલીના બે સગીર બાળકો જૂનાગઢ શીશુમંગલ સંસ્થામાં રહેતા બે સગીર બાળકો મોડી સાંજના ગાયબ થઇ ગયા હતા.આ અંગેની સંસ્થાના સંચાલકોને જાણ થતા દોડધામ મચી ગઇ હતી.મોડે સુધી કોઇ બન્ને સગીર બાળકોની શોધખોળ હાથ ધરી હતી . લાંબી શોધખોળ બાદ પણ સગીરની ભાળ મળતા અંતે સંચાલકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને મોડી રાત્રે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને સગીરની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...