તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પાકમાં મુંડા રોગ સામે પાક વીમા માટે ગ્રામ્ય કમિટીની થઇ રચના

પાકમાં મુંડા રોગ સામે પાક વીમા માટે ગ્રામ્ય કમિટીની થઇ રચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાં પ્રાંતકક્ષાએ આગામી તા.29, 30મીનાં રોજ યોજાશે ગરીબ કલ્યાણ મેળો

જૂનાગઢજિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ માટે રાજય સરકારની વિવિધ ઝુંબેશમાં સમયસર કામગીરી કરવા અને લક્ષ્‍્યાંકો સિધ્ધ કરવા સુચના આપવામાં આવી હતી. ગતિશીલ ગુજરાત હેઠળ વિવિધ વિભાગોએ કરેલી કામગીરીની સમીક્ષા કરી દરેકની ઓન લાઇન એન્ટ્રી કરવા અનુરોધ કર્યો હતો. રાજય સરકારની પારદર્શક વહિવટી પ્રકિયાના ભાગરૂપે હવે તમામ યોજનાના આર્થિક લાભો ઓન લાઇન બેંક ખાતા મારફતે આધાર કાર્ડને લીંકઅપ કરીને આપવાના છે. માટે બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં આધારકાર્ડનું સીડીંગ લીંકઅપ થઇ રહ્યુ છે ત્યારે બાકી લાભાર્થીઓ હજુ ઓફ લાઇન છે. તેમના આર્થિક લાભો પણ આોન લાઇન બેંક ખાતા મારફત સીધા તેમને મળે તે માટે જોડાણની કામગીરી વહેલીતકે પૂર્ણ કરવા લગત વિભાગને સુચના આપવામાં આવી હતી. તા. ૨૯ અને ૩૦ સપ્‍ટેમ્‍બર તથા ઓક્ટોબરનાં દિવસોમાં પ્રાંત કક્ષાએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે. તા. ૨૫ સપ્‍ટેમ્‍બરથી જિલ્લામાં સામાજીક સમરસતા સપ્‍તાહનીઉજવણી કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં શાળા કક્ષાએ અને અભ્યાસ ના કરતા હોય તેવા રમતવીરોને પ્રોત્સાહક ખેલમહાકુંભની લક્ષ્યાંક પ્રમાણે એન્ટ્રી થાય તે માટે રમત ગમત તથા શિક્ષણ વિભાગને સુચનાઓ આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં વર્ષે ખરીફ ઋતુમાં ખેડુતોએ કપાસ કરતા મગફળીનાં પાકને પ્રાધાન્ય આપી મહત્તમ વાવેતર કર્યુ હતુ. ઓછા વરસાદ અને મગફળીનાં પાકમાં થતા સફેદ ધૈણ (મુંડા)નાં રોગથી ખેતરોમાં થયેલ નુકશાનીનાં સર્વે માટેગ્રામ્ય સીટે કમિટીની રચના થઇ છે. અને મળેલ ફરિયાદને ધ્યાને લઇને સર્વેની કામગીરી પણ શરુ કરવામાં આવી રહી છે. બાબતે ખેડુતોને વાકેફ કરી ખેતરોમાં મુંડાનાં રોગથી થયેલ નુકશાની અંગે યોગ્ય કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ દુધાત, વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાઝા, જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયા, ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...