તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજાએ અધિકારનો ઉપયોગ કરવો જોઇએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખડતા ઢોરને લીધે થતી

નુકસાની માટે કોઇપણ કોર્ટમાં દાવો કરી શકે છે

હાલમાંશહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે. ઢોરનાં કારણે અકસ્માતોનાં બનાવો પણ બને છે. ઢોરનાં લીધે પ્રજાને થતાં કોઇપણ નુકશાન માટે કોર્પોરેશન જવાબદાર છે અાવા કિસ્સાઓમાં નાગરિકોએ કોર્ટનો સહારો લઇ કોર્પોરેશન સામે વળતર પણ માંગી શકે છે. અંગે વધુ જણાવતા એડવોકેટ હેમાબેન શુક્લએ કહ્યું હતું કે, રખડતા ઢોરને કારણે જાહેર જનતાને થનાર આવા કોઇપણ પ્રકારનાં નુકશાન માટે કોઇપણ કરદાતા નાગરિક કોર્પોરેશન સામે સિવીલ કોર્ટ કે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વળતર અંગે દાવો કરી શકે છે અને તેઓને થયેલ કોઇપણ નુકશાનનું વળતર પણ માંગી શકે છે. પરંતુ બાબતે સામાન્ય સમુદાયમાં જાગૃતતા કે માહિતીનો અભાવ હોવાનાં કારણે કોઇપણ જાતની કાર્યવાહી થઇ શક્તી નથી. પરિણામે કોર્પોરેશનને પોતાની નૈતિક કે કાનૂની જવાબદારીઓનું ભાન થતું નથી. છેવટે નાગરિકો લાચાર બની કોર્પોરેશનની બેદરકારી ભોગવે છે. જે ગુનાહિત છે. સમાજમાં ચાલુ રહેતા મોટાભાગનાં અનિષ્ટો માટે દુર્જનોની સક્રિયા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર હોય છે અને તમામ નાગરિકો પોતાનાં આવા કાનૂની અધિકારો માટે જાગૃત બની સતાધીશોને પણ તેની જવાબદારીનું ભાન કરાવવાનો સમય થઇ ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...