• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સેંદરડામાં પશુપાલકોનાં 150 પશુને સારવાર આપવામાં આવી

સેંદરડામાં પશુપાલકોનાં 150 પશુને સારવાર આપવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા વંથલી તાલુકાનાં

પશુપાલકોને વૈજ્ઞાનિક ખેતી શીખવાડી

વંથલીતાલુકાનાં સેંદરડા ગામે રાત્રીગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે આધુનિક પશુપાલન કઇ રીતે કરવું તેની માહિતી આપી હતી. જેમાં 150 પશુઓને સારવાર આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ દ્વારા વંથલી તાલુકાનાં સેંદરડા ગામે રાત્રી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે આધુનિક પશુપાલન કઇ રીતે કરવું, ઓછા ખર્ચે વધુ દુધ ઉત્પાદન કઇ રીતે મેળવવું તેમજ પશુઓમાં થતા રોગો અને તેના નિવારણ અંગે પશુપાલકોને માહિતી આપી ફિલ્મ બતાવવામાં આવી હતી. બીજા દિવસે પશુ આરોગ્ય મહોત્સવનાં આયોજનમાં વિનામુલ્યે 107 લાભાર્થીઓનાં 150 પશુને સારવાર આપવામાં આવી હતી. આધુનિક ખેતી દ્વારા ખેડૂતો વધારે પાક લઇ શકે સાથે સાથે પશુપાલન કરે તો વધારે આર્થિક કમાણી થાય તેમ જણાવ્યું હતું. રાત્રી ગ્રામસભામાં દુધ ઉત્પાદક સંઘના ફાઉન્ડર ચેરમેન રામશીભાઇ ભેટારીયાએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. તેમણે ખેડૂતોને સહકારી પ્રવૃતિઓથી થતા લાભો વિશે માહિતી આપી હતી. સેંદરડા દુધ ઉત્પાદક સહકારી મંડળીનાં પ્રમુખ દિનેશભાઇ ખટારીયા તેમજ બહોળી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા. તેમજ પશુપાલકોએ પશુનાં આરોગ્ય વિષેયક જ્ઞાન પણ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...