તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભેંસાણનાં કરીયા ગામે સિંહે એક નહીં પણ બે દીપડીને ફાડી ખાધી’તી

ભેંસાણનાં કરીયા ગામે સિંહે એક નહીં પણ બે દીપડીને ફાડી ખાધી’તી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં કરીયા ગામે ગઇકાલે એક સિંહે ઇન્ફાઇટમાં એક દિપડીને મારીને ફાડી ખાધા બાદ આજે દિવસ દરમ્યાન બનાવનાં સ્થળથી માત્ર દોઢસો ફૂટનાં અંતરેથી બીજી દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહે તેનું માંસ પણ આરોગ્યું હતું. વનવિભાગે બીજો મૃતદેહ પણ કબ્જે કરી પીએમ માટે સક્કર બાગ મોકલી આપ્યો હતો.

ભેંસાણ તાલુકાનાં કરીયા ગામે ગઇકાલે એક દિપડાનો મૃતદેહ માંસ ખવાયેલી હાલતમાં મળી આવ્યા બાદ આજે ફરી એજ ગામેથી બીજી દિપડીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. અંગેની વિગતો આપતાં ઉત્તર ડુંગર રેન્જનાં આરએફઓ એસ. ડી. ટીલાળાએ જણાવ્યું હતું કે, બંને ઘટના ગઇકાલનીજ છે. અને સિંહે બંનેને એક પછી એક મોતને ઘાટ ઉતારી તેનું માંસ આરોગ્યાનું સ્પષ્ટ થયું છે. બીજી દિપડીનો મૃતદેહ ગઇકાલનાં મૃતદેહથી દોઢસો ફૂટનાં અંતરે રમેશભાઇ ડાંગરનાં ખેતરમાંથી મળી આવ્યો છે. બીજો મૃતદેહ મળ્યો સ્થળ ઝાડી ઝાંખરાવાળું હોઇ ઘટના અંગે કશો ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ આજે ત્યાંથી દુર્ગંધ ફેલાતાં ઘટના સામે આવી હતી. અમે દિપડાનાં મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ માટે સક્કર બાગ મોકલી આપ્યો હતો. બંને દિપડીની વય એકસરખી એટલેકે, દોઢથી બે વર્ષની છે. આથી બંને જોડીયા બહેનો હોવાનું પણ માની શકાય. બનાવમાં ઘટનાસ્થળેથી સિંહનાં પંજાનાં નિશાન મળી આવ્યા છે. પરંતુ બાદમાં તેનાં વધુ સગડ મળી આવ્યા નથી.

ઈન્ફાઈટમાં વધુ એક દીપડી પણ મોતને ભેટી હતી. }ભાસ્કર

દુર્ગંધથી 2 દીપડાનાં શિકારનું બહાર આવ્યું

1ને બચાવવા જતાં બીજીએ જીવ ખોયો હોઇ શકે

સામાન્યરીતે સિંહ-દિપડા વચ્ચે દુશ્મનાવટ હોય છે. અને સિંહ એક વિસ્તારમાં આવે એટલે તેના સગડ મળતાંજ દિપડો ત્યાંથી ચાલતી પકડે છે. જો સામસામા આવી જાય તો ઇન્ફાઇટ પણ થઇ જાય. જેમાં મોટાભાગે દિપડાએજ મેદાન અથવા જીવ ખોવાનો વારો આવતો હોય છે. ગઇકાલથી ઘટનામાં બંને દિપડી સામે આવી ગયા બાદ સિંહ સાથે લડાઇ થઇ હશે. જેમાં એકને બચાવવામાં બીજી દિપડીએ જીવ ખોયો હોય એવું બની શકે. :એસ. ડી. ટીલાળા, આરએફઓ

અન્ય સમાચારો પણ છે...