તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વર્ષો જુની માંગણી સંતોષાતા વિસાવદર તાલુકાની પ્રજામાં ખુશીની લહેર

વર્ષો જુની માંગણી સંતોષાતા વિસાવદર તાલુકાની પ્રજામાં ખુશીની લહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતાધાર-ભાવનગર રૂટની ST શરૂ

{ધારી ડેપોની બસ સતાધારથી સવારે સાત કલાકે અને પરત ભાવનગરથી બપોરનાં દોઢ કલાકે ઉપડશે

ભાસ્કર ન્યુઝ. વિસાવદર

વિસાવદરતાલુકાનાં લોકો તથા આગેવાનોની વર્ષો જુની માંગણી ભાવનગર રૂટની એક બસ ચાલુ કરવાની હતી. જે ધારી ડેપોની સતાધાર-ભાવનગર રૂટની એસટી બસ ચાલુ કરતાં તાલુકાભરમાં ખુશીની લાગણી છવાઇ જતાંની સાથે બસને સાર્વત્રીક આવકારવામાં આવી રહી છે. વિસાવદર તાલુકા 74 ગામનો મોટો તાલુકો છે. તેમ છતાં વિસાવદર એસટી બસ સ્ટેન્ડમાંથી ભાવનગર જવાની એકપણ હતી. વર્ષો પહેલા જૂનાગઢ-ભાવનગર રૂટની અપડાઉન બસ ચાલુ હતી. જે રૂટ કાયમી માટે હાઉસફુલ રહેતી તેમ છતાં અગમ્ય કારણોસર એસટી તંત્રએ બસ અચાનક બંધ કરી દીધેલ. જેથી તાલુકાની પ્રજાને ભાવનગર જવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી કારણ કે, એકમાત્ર બસ બંધ થતાં અન્ય કોઇ પ્રાઇવેટ વાહન પણ રૂટ પર એક પણ ચાલતી અને બાબતે તાલુકાનાં ભજપ-કોંગ્રેસનાં આગેવાનો, સામાજીક સંસ્થાઓ, આગેવાનોએ અનેકોવાર રૂટની બસ ચાલુ કરાવવા રજૂઆત કરવામાંઆવેલ હતી. માંગણીને ધારી ડેપોએ તા.27/2/2016થી સતાધાર વાય ધારી-ચલાળી-અમરેલી થઇ ભાવનગર જવા માટે સવારે સાત વાગ્યે સતાધારથી ઉપડશે અને પરત ભાવનગરથી બપોરનાં દોઢ કલાકે, સતાધાર આવવા માટે ઉપાડવાનો સમય નક્કી કરી ચાલુ કરતાં, તેમજ બસ ચાલુ થવાનાં સમાચાર તાલુકાનાં લોકોમાં થતાં હરખની હેલી છવાઇ ગઇ છે. હાલ સતાધાર-ભાવનગર રૂટમાં મીની લક્ઝરી ટુ બાઇ બસ ચાલુ થયેલ છે. જેમાં ડ્રાઇવર કમ કંડકટર હોવાથી થોડી મુશ્કેલી થઇ રહી છે. જેથી સમગ્ર તાલુકાની પ્રજા ઇચ્છી રહી છે કે, બસમાં કંડકટર પણ મુકવામાં આવે જેથી સમયનો બચાવ થાય તેમ છે. જેથી કંડકટર સાથેની બસની માંગણી કરી રહી છે. જે એસટી વિભાગનાં અધિકારીઓ માંગણીનો સ્વિકાર કરે તેવી વિનંતી કરવામાં આવી રહી છે.

એસટી બસ શરૂ થતા મુસાફરોમાં હર્ષની લાગણી ફરી વળી હતી. }વિપુલ લાલાણી

અન્ય સમાચારો પણ છે...