તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળીયાની શાળા અને કોલેજમાં CCTV કેમેરા લગાવવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળીયાશહેરની શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોની સુરક્ષા માટે 15 દિવસમાં સીસીટીવી લગાડવા જૂનાગઢ જિલ્લા કલેકટરે શિક્ષણ સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યો છે. અને જે પણ શાળા- કોલેજમાં સીસીટીવી લગાડવામાં નહી આવે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

માળીયા શહેરમાં આવેલ શાળા અને કોલેજમાં સી.સી.ટી.વી કેમેરા હોવાનાં કારણે જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં માળીયાહાટીનાં શહેરમાં આવતી સરકારી, ખાનગીશાળા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે 15 દિવસમાં સીસીટીવી કેમેરા લગાડવા માટે શિક્ષણ સંસ્થાઓને આદેશ કરવામાં આવ્યો છે. જેનાં ભાગરૂપે માળીયાહાટીનાનાં પીએસઆઇ બી.એમ.વાંકને તેમની દેખરેખ માટેની કામગીરી સોંપવામાં આવી છે. અંતર્ગત માળીયાની શાળા-કોલેજ દ્વારા સીસીટીવી કેમેરા લગાડવામાં નહી આવે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

ભેંસાણમાં બોર્ડનાં પરીક્ષા કેન્દ્રોમાં કેમેરો મુકવા માંગ

આગામીમાર્ચમાં લેવાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા અથવા ટેબલેટ મુકવામાં માટે ભેંસાણ દેવી વિચાર ધારા ટ્રસ્ટ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરી છે અને જેથી પરીક્ષાર્થીઓ ચોરીનાં દુષણોથી દુર રહે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય.

અન્ય સમાચારો પણ છે...