તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદનાં કેવદ્રા અને ચર ગામેથી જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં કેવદ્રા અને ચર ગામેથી જુગારી ઝડપાયા

ક્રાઇમરીપોર્ટર. જૂનાગઢ

કેશોદનાંકેવદ્રા અને ચર ગામેથી પોલીસે જુગારીઓને ઝડપી લીધા હતાં. તાલુકાનાં કેવદ્રા ગામે હે.કો. રામોલીયા સહિતનાં સ્ટાફે રેઇડ કરી જુગાર રમી રહેલા દેવા ગોવીંદ માવદીયા, ચંદુ કેશવ ફળદુ, રામજી હીરા લાડાણી અને વીરજી દેવશી ખાણીયાને ઝડપી લઇ 3150નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે ચંદુ ઠાકર નાસી ગયો હતો. ઉપરાંત ચર ગામનાં જુના પ્લોટ વિસ્તારમાંથી જયેશ કાન્તી ઉર્ફે મનુ સાવલીયાને વરલી મટકાનાં જુગાર રમતા ઝડપી લઇ 850નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...