તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં ડોળીનાં સભ્યોની પુન: વસવાટની પ્રક્રિયા ઝડપી કરવા માંગ

જૂનાગઢમાં ડોળીનાં સભ્યોની પુન: વસવાટની પ્રક્રિયા ઝડપી કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંગિરનાર ડોળી મંડળ એસોસીએશને તંત્રને રજુઆત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2004માં ગિરનાર મંડળનાં સભ્યોની પુન: વસવાટ અંગે હાઇકોર્ટમાં રજુઆત કરતા તેમણે હુકમ આપ્યો હતો. તેમજ તંત્ર દ્વારા રોપ-વેની કામગીરી પહેલા વસસાટની બાંહેધરી આપી હતી. બાબતે પુન: વસવાટની પ્રક્રીયા ઝડપી કરવા માંગ છે.

જૂનાગઢમાં ગિરનાર ડોળી મજદુર મંડળે ડોળીનાં સભ્યોને પુન:વસવાટ ની પ્રક્રીયા ઝડપી કરવા રજુઆત કરી હતી. તેઓનાં જણાવ્યાં અનુસાર ગુજરાત હાઇકોર્ટમાં 2004માં અરજી કરી હતી અને કલેકટર ઓફીસ દ્વારા જવાબમાં રોપ-વેનું કામકાજ શરૂ કરતા પુર્વ મંડળનાં સભ્યોની પુન:વસવાટ અંગે જણાવ્યું હતું હાઇકોર્ટનાં હુકમ બાદ કોઇ પગલા લેવામાં આવતા 2006નાં વર્ષમાં રજુઆત કરી હતી. જેને દસ વર્ષ વિતયા પરંતુ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. વર્તમાન સમયે રોપ-વેનાં કામમાં ઝડપથી વધારો થાય છે. અને મંડળનાં સભ્યો અંધારામાં હોય તે અંગે રજુઆત કરી છે. ડોળી મંડળનાં સભ્યો મજુરી કરતા હોય 1997નાં વર્ષમાં પુન:વસવાટ અંગે ફોર્મ્યુલા રજુ કરવામાં અાવ્યો હતો. અંગે મંડળનાં સભ્યોની પુન:વસવાટની કામગીરી તાત્કાલીક અને ઝડપથી કરવા કાર્યવાહી કરવા રજુઆત ડોળી એસોસીએશનના પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...