તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં તંત્ર પોલીયો રવિવારને હજુય ભૂલ્યું નથી, બેનરો યથાવત

જૂનાગઢમાં તંત્ર પોલીયો રવિવારને હજુય ભૂલ્યું નથી, બેનરો યથાવત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરમાં તંત્ર દ્વારા પોલીયોની કામગીર કરવામાં અાવી હતી. પરંતુ કામગીરીને તંત્ર ભુલી શકી નથી તેમ લાગી રહ્યુ છે. કેમકે મુખ્યમાર્ગોમાં જ્યાં ત્યાં બેનરો લાગવેલા જોવા મળે છે. તે ફાટશે પછી તંત્ર કાઢશે તેવી નિતી જણાય છે.

જૂનાગઢ વર્ષ 2016નાં વર્ષમાં પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રસીકરણનાં બે કાર્યક્રમો યોજાયા હતા. તંત્ર દ્વારા રવિવાર ભુલાતો નથી લાગતો કેમકે હજુ પણ શહેરનાં મુખ્યમાર્ગોમાં બેનરો લગાવેલા પડ્યા છે. જો કે બેનરો વેસ્ટ છે પરંતુ તંત્ર તેમને ત્યાં સડવા માટે છોડયું હોય તેમ જણાંય છે. અભિયાન પહેલા લોકો માટે જાગૃતિ ફેલાવી હોતતો સરાહનીય કામગીરી ગણાત પરંતુ અભિયાન પુર્ણ થયાનાં અઠવાડીયા પછી પણ કામમાં ઢીલાશ દેખાય રહી છે. મેળાનો માહોલ છે ત્યારે દુર-દુર થી લોકોની અવર-જવર થશે ત્યારે તંત્ર દ્વારા તેમની કામગીરીને દેખાડવાનાં પ્રયાસો કરેω નિતિ સ્પષ્ટ જણાતી નથી. પોલીયો નાબુદી અભિયાન ઉતમ પરંતુ સમયે તેની જાગૃતિ ફેલાઇ હોય તો ઉતમ કહેવાય.

સર્કલ ખાતે પોલિયો રવિવારનાં બેનર લગાવેલા છે. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...