તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પ્રેમલગ્નનો ખાર રાખી ગોવાણાના માજી સરપંચ ઉપર કરાયું ફાયરિંગ

પ્રેમલગ્નનો ખાર રાખી ગોવાણાના માજી સરપંચ ઉપર કરાયું ફાયરિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાલપુરતાલુકાના ગોવાણા ગામના માજી સરપંચે જૂનાગઢની યુવતી સાથે કરેલા પ્રેમલગ્ન કર્યા હોવાથી યુવતીના ભાઈ દ્વારા યુવાનની હત્યા માટે ઉતરપ્રદેશના બે શૂટરને તથા જૂનાગઢના બે શખ્સ રૂપિયા 15 લાખની સોપારી આપવામાં આવી હતી.શનિવારે બપોરે ચારેય શખ્સો જૂનાગઢથી લાલપુર આવી માજી સરપંચ ઉપર ફાયરિંગ કર્યું હતું પણ સદ્દનસીબે તેમનો બચાવ થયો હતો.બનાવને પગલે હરકતમાં આવેલી પોલીસે શખ્સોનો પીછો કર્યો હતો,પરંતુ પોલીસથી બચવા અારોપીઓએ પોલીસ પાર્ટી ઉપર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા.

ગોવાણા ગામના માજી સરપંચ દિનેશભાઈ જીવાભાઈ ગાગિયાએ જૂનાગઢની પન્ના નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય જે અંગે યુવતીના પરિવારજનો અને દિનેશભાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેનો ખાર રાખી યુવતીના ભાઈ કરશન આહીર દ્વારા યુવાનની હત્યા માટે યુ.પી.ના બે શૂટરને તથા જૂનાગઢના બે મુસ્લિમ શખ્સને રૂપિયા 15 લાખની સોપારી આપી હતી. શનિવારે બપોરના સમયે ચારેય શખ્સો ગોવાણા ગામે દિનેશભાઇ ઉપર ફાયરિંગ કર્યું હતું.જેમાં યુવાનને ગોળી નજીકથી સરકી ગઇ હતી અંગેની જાણ થતાં પીએસઆઈ આર.એચ.ઝાલા તથા તેના સ્ટાફે શાર્પ શૂટરનો પીછો કર્યો હતો.જેમાં પોલીસ ફાયરિંગ કરી જૂનાગઢના અજીમ હબીબભાઈ મેમણ,ચિલીવિલા લાલગંજ આદમગઢ ઉત્તર પ્રદેશના અરુણયાદવ સુધુયાદવ અને સાસંગસિંહ અરુનકુમારસીંગ નામના શખ્સને ઝડપી લીધા હતા.

યુવતીના ભાઇએ યુપીના બે અને જૂનાગઢના બે શખ્સોને સોપારી આપી હતી

અન્ય સમાચારો પણ છે...