તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વર્તમાનની ખેડૂત વિરોધી સરકાર ખેડુતોને લૂંટવાનું બંધ કરે અને ખેડૂતોને ન્યાય અપાવે : ખેડૂત હિતરક્

વર્તમાનની ખેડૂત વિરોધી સરકાર ખેડુતોને લૂંટવાનું બંધ કરે અને ખેડૂતોને ન્યાય અપાવે : ખેડૂત હિતરક્ષક સમિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરસોમનાથ હાઇવેને 6 લેન કરવાનાં પ્રોજેક્ટમાં જૂનાગઢ બાયપાસ મુદ્દે ગલીયાવાડ,નાંદરખી,વધાવીના ખેડુતોને જમીન સંપાદન માટે નોટીસ આપી વાંધા અરજી માત્ર એક દિવસમાં રજુ કરવા જણાવ્યું હતુ. જોકે વાંધા અરજીએ જમીન સંપાદન અધિકારીને ખોટુ નાટક બંધ કરી ખેડુત હિત રક્ષક સમિતીએ ખેડુતોનું હિત થાય તેવા પગલા ભરવા માંગ કરી હતી.

જેતપુર સોમનાથ નેશનલ હાઇવેને 4 લેનમાંથી 6 લેન બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢના નાંદરખી, વધાવી,ગલીયાવાડ સહિતના ગામડાઓના . ત્યારે જૂનાગઢ જમીન સંપાદન અધિકારીએ તા.29 નવેમ્બરના રોજના દિવસે ત્રણ ગામના ખેડુતોને નોટીસ આપી હતી. અને જરૂરી દસ્તાવેજ સાથે જમીન સંપાદન કચેરી ખાતે હાજર રહેવા જણાવ્યું હતુ.

નેશનલ હાઇવે એથોરીટીને લાભ આપવાના હેતુથી જૂનાગઢના ખેડુતોને લુંટવાનો જાણે જમીન સંપાદન શાખાએ જાણે ઇરાદો કરી લીધો હોય તેવુ લાગી રહ્યું છે. ખેડુતોની આજીવિકા દાવ પર લાગી હોય ત્યારે અધિકારીઓ માત્ર અેક દિવસનો સમય આપી જાણે ખેડુતો સાથે નાટક કરી રહી છે.

તેમજ જમીન સંપાદન અધિકારી જમીન સંપાદન બીલ 2013નો પણ અમલ કરતુ નથી ત્યારે ખેડુત હિત રક્ષક સમિતિના કાળાભાઇ ઝાલા ,અતુલ શેખડાએ આવા ખોટા નાટક બંધ કરી ખેડુતોનું હિત થાય તેમાટે વાંધા અરજીનો દિવસ વધારવા તેમજ ખેડુતોને ન્યાય થાય તેવા વ્યવહાર કરવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...