તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • નરસિંહ યુનિ.ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા 2,756 વિદ્યાર્થી આપશે

નરસિંહ યુનિ.ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા 2,756 વિદ્યાર્થી આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીની પ્રથમ પરીક્ષાનો તબક્કો આજથી શરૂ

જૂનાગઢનીનરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ તા. 29મી નવેમ્બરથી થયો છે. જેમાં 2,756 વિદ્યાર્થી ચાર જિલ્લાનાં કેન્દ્ર પરથી પરીક્ષા આપશે.

જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીબીસીએસ- ચોઇસ બેઇઝ ક્રેડીટ સિસ્ટમ અંતર્ગત ચાર તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની પરીક્ષા તા. 29 નવેમ્બરથી લઇ 8 ડિસેમ્બર સુધી યોજાશે. પ્રાયોગિક પરીક્ષામાં કુલ 2,756 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં બીજેએમસી, એમઆરસેસ, બીઅેસડબલ્યુ, એમએસડબલ્યુ, એલએલબી, પીજીડીસીએ, બીઆરએસ અને બીએસસીનાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોલેજોમાં સીસીટીવી સહિતની સુવિધાઓથી દેખરેખ રાખવામાં આવશે. પરીક્ષાનાં આયોજન માટે કોલેજનાં આચાર્ય, પ્રોફેસર, સંસ્થાનાં વડાને જાણ કરી દેવામાં આવી છે. સવાર અને બપોરે એમ વિષય પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

બપોરે પરીક્ષાω

પરીક્ષાવિદ્યાર્થીઓ

પીજીડીસીએ 517

બીઆરએસ 238

બીએસસી 126

ઇંગ્લીશ ટેસ્ટ 694

સવારે પરીક્ષા

પરીક્ષાવિદ્યાર્થીઓ

બીજેએમસી 22

એમઆરએસ 75

બીએસડબલ્યુ 179

એમએસડબલ્યુ 211

એલએલબી 694

પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ

નરસિંહમહેતા યુનિવર્સિટી ચાર જિલ્લામાં કાર્યરત છે. જેમાં પ્રથમ સેમેસ્ટરનો પ્રારંભ તા. 29મી નવેમ્બરથી કરવામાં આવશે. જેમાં સવારની પરીક્ષાનો સમય 10:15થી બપોરનાં 1:00/1:30 અને બપોરની પરીક્ષાનો પ્રારંભ 2:15થી લઇ સાંજના 5:00/5:30 સુધીનો રહેશે. -ડો. એફ.એ.શેખ, ઇન્ચાર્જ રજીસ્ટાર

અન્ય સમાચારો પણ છે...