તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં પ્રૌઢે શ્વાસની બીમારીથી કંટાળી નરસિંહ સરોવરમાં આપઘાત કર્યો

જૂનાગઢમાં પ્રૌઢે શ્વાસની બીમારીથી કંટાળી નરસિંહ સરોવરમાં આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાપ્રોઢે શ્વાસની બીમારીથી કંટાળી જઇ નરસિંહ સરોવરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ પહોંચી દોડી ગયો હતો. અને મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો હતો. અંગે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢની જલારામ સોસાયટીમાં આવેલા વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઇ દામોદરભાઇ કારીયાએ શ્વાસની બિમારીથી કંટાળી જઇ નરસિંહ સરોવરમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા ફાયર વિભાગના કમલેશ પુરોહિત અને રાજીવ ગોહિલ દોડી ગયા હતા. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. ઘટના સ્થળ પરથી પ્રોઢના ચપ્પલ અને રૂમાલ પણ મળી આવ્યા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી છે. અંગે વધુ તપાસ પીએસઆઇ કે.એ જાડેજા ચલાવી રહ્યા છે.કિશોરભાઇ રવિવારથી ગુમ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતુ.અન્ય એક બનાવમાં જૂનાગઢના નીચલા દાતાર પાસેના તળાવમાં મોડી રાત્રે કોઇ યુવાન ડુબતો હોવાનું ફાયર વિભાગને જાણ કરાઇ હતી. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ પહોંચી ગયા હતા. અને યુવાનને ડુબતો બચાવ્યો હતો. યુવાન માનસિક બિમાર હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...