તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વેરાવળમાં 3 જુલાઇએ સમઢીયાળા કાંડનું કાવત્રુ ઘડાયું હતું : ઘટસ્ફોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં 3 જુલાઇએ સમઢીયાળા કાંડનું કાવત્રુ ઘડાયું હતું : ઘટસ્ફોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત સમાજ છેવટ સુધી લડી લેશે

ઊનાનાંમોટાસમઢીયાળા ગામે ગત 11 જુલાઇનાં દલિત પરિવાર પર થયેલા અત્યાચારની ઘટનાનાં ઘેરા પડઘા હજુ પણ ગુંજી રહયાં છે. બનાવમાં ન્યાય માટેનાં ચાલતાં આંદોલનમાં વિવિધ માંગણીઓ સાથે શનિવારે દલિત સમાજે વેરાવળથી ઊના - મોટાસમઢીયાળા સુધી વિશાળ બાઇક રેલી કાઢી ગામનાં ચોકમાં જાહેરસભા યોજી આગેવાનોએ છેવટ સુધી લડી લેવાનો રણટંકાર કર્યો હતો. અનેક જિલ્લાઓમાંથી દલિત સમાજનાં લોકો ઉમટી પડયા હતાં.

ઊના દલિતકાંડનો મામલો શમવાનું નામ નથી લઇ રહયું ત્યારે શનિવારે દલિત આંદોલનનાં બીજા પડાવનો પ્રારંભ વેરાવળ ખાતેથી શરૂ થયેલ. ગીર-સોમનાથ સહિત અન્ય જિલ્લામાંથી દલિત સમાજનાં લોકોએ અહીંયા આવી પહોંચી ટાવરચોક ખાતે ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ત્રણ કલાક સુધી ધરણા યોજેલ અને રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને આવેદન આપ્યું હતું. ત્યારબાદ વેરાવળથી પ્રસ્થાન થયેલ વિશાળ બાઇક રેલી જય ભીમનાં નારા અને વિવિધ સુત્રોચ્ચારો સાથે ઊના - મોટાસમઢીયાળા પહોંચેલ જયાં કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતું. બાદમાં આગેવાનોએ સ્ટેજ પર પીડિત બાલુભાઇ સરવૈયા, તેમનાં પુત્રો સહિતનાં પરિવારને બેસાડી ગામનાં ચોકમાં જાહેરસભા યોજી હતી. કેવલ રાઠોડે કહયું હતું કે અદાણી, અંબાણી જેવા ઉદ્યોગપતિઓને કોઇપણ નિયમો વિના જમીનો આપી દેવાઇ છે જયારે દલિતોને આપવામાં અનેક નિયમો સામે ધરાય છે. આંકોલાળીનો પીડિત પરિવાર હજુપણ ભટકી રહયો છે. જિ.પં.નાં સદસ્યો અને ભાજપ આગેવાન ભાવેશ ઉપાધ્યાયનો મોઠા ગામે બુધ્ધનું સ્થાન તોડવામાં હાથ રહયો છે અને પોલીસે પણ કોઇ ફરિયાદ લીધી હતી એવો આક્ષેપ પણ કર્યો હતો. દરેક આગેવાનોએ મંચ સ્થાનેથી પોલીસ અને રાજકારણીઓની ભુમિકા અંગે સવાલો ઉઠાવી ઉગ્ર ઝાટકણી કાઢી હતી. અમરેલીમાં પોલીસનું મોત પડી જવાથી થયું હતું કોઇ દલિતનાં હાથે નહોતું થયું છતાં પણ એક યુવાનને સંડોવી દેવાયો છે. અન્ય એક ઘટનામાં એક દેવીપુજક યુવાનની કોઇ ભુમિકા હોવા છતાં તેને પણ સંડોવી દેવામાં આવ્યો છે. મોટાસમઢીયાળાની અત્યાચાર ઘટના બાદ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ હવે જાગી ગયો છે. અગાઉ પણ આવા અત્યાચાર થતાં હતાં પરંતુ સામે આવતાં હતાં. હવે સમઢીયાળા જનઆંદોલનનાં રૂપે એપી સેન્ટર બન્યું છે અને ન્યાય માટે દલિત સમાજ છેવટ સુધી લડી લેશે એવો તમામ આગેવાનોએ નિર્ધાર સાથે રણટંકાર કર્યો હતો. તકે પીડિત પરિવારનાં યુવાન જીતુભાઇ સરવૈયાએ કહયું હતું કે, સમાજનાં લોકો સહિતનાં તમામ અમારી સાથે રહયાં છે તે માટે આભાર માનું છુ અને અમો હવે ન્યાય મેળવવા માટે કોઇપણ પીછેહઠ નહીં કરીએ. બલિદાન આપવાની જરૂર પડશે તો પ્રથમ હું આપીશ એવી ગર્જના પણ કરી હતી. રેલીમાં બાઇક, ટ્રક, રીક્ષા સહિતનાં 500 થી વધુ વાહનો સામેલ થયેલ અને મહિલાઓ, યુવાનો સહિત 3 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહયાં હતાં. ગુજરાત દલિત સમાજનાં પ્રમુખ ડો.જેન્તીભાઇ માકડીયા, દીનુભાઇ પરમાર (અમદાવાદ), અશોકભાઇ (દિલ્હી), દેવરાજભાઇ વાણવી (જૂનાગઢ), જેન્તીભાઇ માકડીયા (કેશોદ), પ્રભાતભાઇ મકવાણા (જૂનાગઢ), અશોકભાઇ ચાવડા (સુરેન્દ્રનગર), બીજલભાઇ પરમાર (ઊના), બધાભાઇ વિંઝુડા (ચાંચકવડ), જેઠાભાઇ સોસા, હમીરભાઇ આમહેડા, કિશનભાઇ બામણીયા, ગોવીંદભાઇ ચાવડા, અશોક ભારતી, સંગીતાબેન ચાંડપા સહિત ઉપસ્થિત રહયાં હતાં. ગીર-સોમનાથ કલેકટરને અપાયેલ આવેદનપત્રમાં માંગણીઓ ત્રણ માસની અંદર સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ વેગવાન બનાવવાની દલિત સમાજનાં આગેવાનોએ ચિમકી ઉચ્ચારી હતી.

વેરાવળથી ઊના -મોટાસમઢીયાળા સુધી વિશાળ બાઇક રેલી : વિશાળ સભાને સમાજનાં આગેવાનોએ સંબોધી

અત્યાચારનાં પડઘા હજુ ગુંજી રહ્યા છે : ગામનાં ચોકમાં સાંજે સભા યોજાઇ : ઠેર-ઠેરથી સમાજનાં લોકોની હાજરી

ગીર સોમનાથ કલેકટરને આવેદનમાં રજુ કરાયેલી માંગણીઓ

સમઢીયાળા ગામનાં બાળકોમાં ઉત્સુકતા.

વેરાવળ : ગુજરાતનાં દલિતો પર જાતીવાદી અત્યાચારો, સામાજીક શૈક્ષણિક આર્થિક ભેદભાવો દુર કરવામાં આવે, અનામતનો કાયદો બનાવવો, એટ્રોસીટી કાયદા અન્વયે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરાય, અનુજાતિ માટે ખાસ અંગભુત યોજનાનો કાયદો બનાવવો, લેન્ડ એકટ લાગુ કરી ખાલસા જમીન પાછી આપવી, અસ્વચ્છ વ્યવસાયને છોડતાં પરિવારને પાંચ એકર જમીન ફાળવવી કે નોકરી આપવી, આંદોલન વખતે મૃત્યુ પામેલા યુવાનનાં પરિવારને આર્થીક સહાય આપવી, આંદોલનકારી સામે થયેલા તમામ કેસ પાછા ખેંચવા, મોટાસમઢીયાળાનાં પીડિત પરિવારને 15 લાખની સહાય અને જમીન ફાળવવી સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે. તસ્વીર- રવિ ખખ્ખર

બેંગ્લોરથી વયોવૃધ્ધ આગેવાન અબ્રોચે આવી ધરણાં, ઉપવાસ કરી ઘટનાને વખોડી કાઢી હતી. તેઓને પીડિત પરિવારનાં યુવાનનાં હાથે પાણી પીવડાવી પારણાં કરાવાયાં હતાં. તસ્વીર- જયેશ ગોંધીયા

બેંગ્લોરનાં વડિલને પારણાં કરાવ્યાં

બાઇક રેલી સમઢિયાળા પહોંચતા કળશધારી બાળાઓએ કર્યુ સ્વાગત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો