તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સમઢિયાળા કાંડનું કાવતરું 3 જુલાઇએ વેરાવળમાં ઘડાયું હતું : દલિત આગેવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમઢિયાળા કાંડનું કાવતરું 3 જુલાઇએ વેરાવળમાં ઘડાયું હતું : દલિત આગેવાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાંમોટાસમઢીયાળા ગામે શનિવારે સાંજે દલિત સમાજની સભા યોજાયેલ જેમાં જૂનાગઢનાં એક આગેવાને કહેલી વાતથી ખળભળાટ મચી ગયો છે. આગેવાને કહયું હતું કે, 3 જુલાઇએ વેરાવળમાં સમઢીયાળા કાંડનું કાવત્રું ઘડાયું હતું અને દલિત મુસ્લિમોને અથડાવાની વાત હતી.

મોટાસમઢીયાળા ગામે શનિવારે સાંજે દલિત સમાજની યોજાયેલી વિશાળ સભામાં જૂનાગઢનાં આગેવાન બાલુભાઇ ચૌહાણે એવી સનસનીખેજ વાત કરી હતી કે, વેરાવળ ખાતે 3 જુલાઇએ મનોવાદી ગણાંતા આરએસએસ અને વિહિપનાં આગેવાનોએ એક બેઠક કરી મોટાસમઢીયાળા કાંડનું કાવતરું ઘડ્યું હતું અને કહેવાતા ગૌરક્ષકોમાં ઝેર ભર્યુ હતું. સમઢીયાળાની ઘટનામાં દલિતો અને મુસ્લિમોને સામ-સામે અથડાવી દેવાની વાત હતી પરંતુ તેમાં લોકો સફળ થયાં હતાં. ઘટના બાદ દલિત સમાજની એકતા વધુ પ્રબળ બની છે અને ન્યાય માટેની લડાઇ પુરી કરીને હવે ઝંપીશું. બાલુભાઇ સરવૈયાનાં પરિવારે જે સહન કર્યુ છે તેમની સહનશકિતને બીરદાવું છું. હવે દલિત સમાજ જાગૃત થઇ ગયો છે અને કોઇપણ અન્યાયી બાબતને સાંખી નહીં લે એવો ધ્રુજારો વ્યકત કરી ચીનગારી હવે જવાળા બનીને પ્રગટી ઉઠી છે.

વેરાવળથી ઊના -મોટા સમઢિયાળા સુધી બાઇક રેલી યોજાઇ

ઊનાનાંમોટાસમઢીયાળા ગામે ગત 11 જુલાઇનાં દલિત પરિવાર પર થયેલા અત્યાચારની ઘટનાનાં પડઘા હજુ ગુંજી રહયાં છે. બનાવમાં ન્યાય માટેનાં ચાલતાં આંદોલનમાં વિવિધ માંગણીઓ સાથે શનિવારે દલિત સમાજે વેરાવળથી ઊના - મોટાસમઢીયાળા સુધી વિશાળ બાઇક રેલી કાઢી ગામનાં ચોકમાં જાહેરસભા યોજી આગેવાનોએ છેવટ સુધી લડી લેવાનો રણટંકાર કર્યો હતો. ગીર-સોમનાથ સહિત અન્ય જિલ્લામાંથી લોકો ટાવરચોક ખાતે ડો.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ધરણા અને રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને આવેદન આપ્યું હતું. ત્યારબાદ વેરાવળથી બાઇક રેલી જય ભીમનાં નારા સાથે ઊના - મોટાસમઢીયાળા પહોંચી હતી. જયાં બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો