તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેરમાં હોસ્પિટલ, કોલેજ, શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેરમાં હોસ્પિટલ, કોલેજ, શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક વૃક્ષ એક જીવન અંતર્ગત, જૂનાગઢમાં 460 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું

જૂનાગઢ આદર્શ નિવાસી (વિ.જા.) કુમાર શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 200 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતુ. તકે વિકસતી જાતિ કલ્યાણ ખાતાનાં જિલ્લા નાયબ નિયામક પી.એમ.ભટ્ટ, શાળાનાં આચાર્ય કનકસિંહ ડોડિયા, એચ.એમ.મહેતા, એ.સી.પટેલ સહિતનાં હજાર રહ્યા હતા. શાળાનાં મેદાનમાં 2500 જેટલા વૃક્ષ છે. નવી પેઢીને સંસ્થાએ વૃક્ષોનું મહત્વ સમજાવ્યું.

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલી સનરાઇઝ ગર્લ્સ એકેડેમીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. એકેડેમીમાં 60 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતુ. તકે હીનાબેન આહીર, પ્રિન્સીપાલ પંડ્યા સહિતનાં હાજર રહ્યા હતા. સ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષોને વાવવા માટે સંકલ્પ લીધો હતો. જેની સાથે તેની યોગ્ય જાળવણી કરી પર્યાવરણને પ્રદુષણથી રક્ષણ મળે તે માટેનાં સંકલ્પો લીધા હતા.

જૂનાગઢનાં ભેંસાણ રોડ ઉપર આવેલી ઓમ એન્જીનીરીંગ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યુ હતું. કોલેજ દ્વારા 50 વૃક્ષારોણણ કરવામાં આવ્યું હતુ.આ તકે ચીરાગ જસાણી, હિતેશ પાઘડાર, ઇમરાનખાન, જેમીન, હેતલ પંડ્યા સહિતાનાં 200 જેટાલા છાત્રો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરી યોગ્ય રીતે જાળવણી કરવાની ફરજ નિભાવવાનો વાયદો કર્યો હતો.

જૂનાગઢનાં ઝાંઝડરા રોડ પર નવનિર્મિત કલ્પ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.જેમાં કલ્પ હોસ્પિટલ દ્વારા 50 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ પ્રસંગે ડો.વી.વી.અઘેરા, કમલ રાવલ, હોસ્પિટલનાં તબીબો, સ્ટાફ, પરિવારજનો હાજર રહ્યા હતા. હોસ્પિટલ દ્વારા સમાજને વૃક્ષ જાળવવા માટેનો સંદેશો પુરો પાડવામાં આવ્યો હતો. તેમજ દરેકે વૃક્ષ વાવવું તેવી શીખ આપી હતી.

આદર્શ નિવાસી શાળામાં વૃક્ષારોપણ, મેદાનમાં 2,500 વૃક્ષ, છાત્રોએ વધુ 200 વૃક્ષો વાવ્યા

સનરાઇઝ ગર્લ્સ એકેડેમીમાં વૃક્ષારોપણ થયું, 60 વૃક્ષો વાવી વિદ્યાર્થીનીઓ જાળવણી કરશે

ઓમ એન્જિનીયરીંગ કોલેજમાં વૃક્ષારોપણ, કેમ્પસમાં 50 વૃક્ષો વાવી જાળવણીનો સંકલ્પ લીધો

કલ્પ હોસ્પિટલમાં વૃક્ષારોપણ થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો