તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ મહાપાલિકામાં ફિક્સ કર્મીનો પગાર અટકાતા કચવાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ મહાપાલિકામાં ફિક્સ કર્મીનો પગાર અટકાતા કચવાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢમનપામાં ફરજ બજાવતા ફિકસ કર્મચારીઓનો જુલાઇ માસનો પગાર આજદિન સુધી ચુકવવામાં આવતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ એકબીજાની કામગીરી આળશમાં સમયસર પુરી કરતા નથી અને અન્ય અધિકારીઅો પર જવાબદારી થોપી દેતા હોવાનો કેટલાક કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીને છેલ્લા બે માસથી સમયસર પગાર ચુકવવામાં અાવતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જૂન માસનો પગાર છેક 15 જુલાઇ બાદ ચુકવવામાં આવ્યો હતો તેમજ જુલાઇ માસનો પગાર પણ આજદિન સુધી ચુકવવામાં આવ્યો નથી જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની છે. હજુ સુધી ફિક્સ વેતનમાં કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.એક તો કર્મચારીઓ ફિક્સ વેતનમાં કામગીરી કરતા હોય અને તેમાં પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની જતુ હોય છે. તેમજ તે પણ સમયસરન ચુકવાય તો કેવી સ્થિતી બને તે અધિકારીઓ સમજવુ જોઇએ ફિક્સ પગારમાં પણ ઘણા કર્મચારી જીવ જોખમમાં મુકી અન્ય જીવને બચાવવા જેવી કામગીરી પણ કરતા હોય છે. કેટલાક કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઅોની આળશ ના કારણે કર્મચારીઓના પગાર નિયમિત ચુકવાતો નથી .

જેના બીલ રજૂ થયા હોય તેવા તેનો પગાર ચૂકવાયો છેે

^એકાઉન્ટશાખા દ્વારા બે માસ માં કોઇ કર્મચારીનો પગાર અટકાવવામાં આવ્યો નથી. અમારી પાસે જેના પણ બીલ આવ્યા હતા. તે તમામ કર્મચારીને પગાર ચુકવી દેવાયો છે > ભાવેશભાઇવૈષ્ણવ, એકાઉન્ટશાખા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો