તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલીમાં 80 ટકા હક્ક પત્ર નોંધ ના મંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાવંથલીની મામલતદાર કચેરીમાં ઇ-ધરા શાખામાં નોંધ દાખલ કરવા આપેલ હોય તેમાં મોટા ભાગની એન્ટ્રીઓ નામંજૂર કરી ખેડૂતોને નુકશાન પહોંચાડવામાં આવી રહયું હોવાનું જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું હતું.

એન્ટ્રીઓ નામંજૂર કરતા પહેલા રેવન્યુ એકટની જોગવાઇ 10(એ) મુજબ ખેડૂતોને અગાઉ જાણ કરવી જોઇએ તેવી જાણ કરવાના બદલે સીધી એન્ટ્રીઓ નામંજુર કરી દેવામાં આવી રહી છે. જેનાં કારણે તે એન્ટ્રી મંજુર કરાવવા નિર્દોષ ખેડૂતોએ દસથી પંદર હજાર રોકી એડવોકેટ રાખીને અપીલ દાખલ કરવી પડે છે અને એક વર્ષથી વધારે તારીખોમાં ધક્કા ખાવા પડે છે. ત્યારબાદ તેનું પરિણામ આવતું હોય છે. જેના કારણે ખેડૂતોને ભયંકર નુકશાની વેઠવી પડે છે. ખેડૂતોની એન્ટ્રી કયાં કારણોસર નામંજુર થાય છે તેની જિલ્લા કલેકટર મારફતે તપાસ કરવી જોઇએ. તેમાં જે કોઇ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વી.ટી. સીડાએ તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો