તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય સરકારમાં પ્રજાપતિ સમાજની અવગણનાથી રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારમાંદરેક જ્ઞાતિને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ કેટલાક વર્ષોથી પ્રજાપતિ સમાજની રાજકારણમાં ઉપેક્ષા થઇ રહી છે. પ્રજાપતિ સમાજનાં કોઇ પણ રાજકીય અગ્રણીને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

તાજેતરમાં નવનિયુકત મુખ્યમંત્રીની નિમણુંક થઇ સાથે -સાથે જ્ઞાતિ સમિકરણને આધારે પદદાન સમારંભ યોજી દરેક જ્ઞાતિને મંત્રી મંડળમાં અલગ-અલગ ખાતાઓની લ્હાણી કરે છે. ત્યારે ગુજરાત રાજયમાં મોટો વર્ગ ધરાવતી અલગ-અલગ વિસ્તારમાં કુલ મળી 40 લાખનાં જેટલા પ્રજાપતિ સમાજની વસ્તી હોવા છતા સમાજની ઉપેક્ષા અને ઘોર અવગણના કરવામાં આવી છે. જેનાં કારણે સમસ્ત પ્રજાપતિ સમાજમાં ભારે નારાજગી ફેલાયેલી છે. આવનારા સમયમાં બાબતની ગંભીર નોંધ યુવા વર્ગમાં લેવામાં આવશે જેનાં પરિણામે આખા ગુજરાતમાં પ્રજાપતિ મહાએકતા રાજકીય મહાઅભિયાનની શરૂઅાત થઇ રહી છે. રાજયનાં દરેક ખુણે-ખુણેથી અભિયાનને જોરદાર પ્રોત્સાહન મળી રહયું છે આવનાર સમયમાં મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓને પ્રજાપતિ સમાજની બાદ બાકી કેમω અંગે રૂબરૂ ચર્ચા કરવામાં આવશે રજુઆત કરવા છતા નક્કર પરિણામ નહિં મળે તો આવનારી 2017ની ચુંટણી પુર્વે મોટા પાયે એકીમતે પ્રજાપતિ સમાજની તાકાતનું ભાન કરાવી નુકશાન કરવાની ચિમકી આપી હતી. અભિયાનને સફળ બનાવવા ધીરૂભાઇ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ, પ્રવિણ સુરાણી, વિજય સરધારા, વિનુ ચાંદેગરા, જીગ્નેશ લાઠીયા, સહિતનાઓ જહેમત ઉઠાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો