તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટીનાં તમામ કર્મચારીઓ એક પણ ચૂંટણીમાં ભાગ નહિ લે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનાં60 હજારથી વધુ એસટીનાં નિવૃત કર્મચારીઓને મળતા પેન્શનમાં વધારો કરી સરકારનાં લઘુતમ પેન્શનની ચુકવણીની વ્યાજબી માંગ સાથે સ્થાનિક તંત્રથી લઇ રાજયનાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજુઆતો કરી છતા સરકારનો કોઇ પ્રતિભાવ મળતા પેન્શન બાબતે એસટીનાં નિવૃત કર્મચારીઓ અને દસ લાખથી વધુ તેનાં પરિવારજનોએ સામુહિક મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

સરકારે અગાઉ તમામ કર્મચારીઓનેા ઓછામાં ઓછું રૂ.3500નું પેન્શન મળવું જોઇએ તેવો નિર્ણય કર્યો હોવા છતા એસટીનાં નિવૃત કર્મચારીઓને રૂ.1 હજારની અંદર પેન્શનની ચુકવણી થતી રહી છે. સરકાર કેન્દ્ર અને રાજયનાં કર્મચારીઓને ઓગષ્ટ માસથી સાતમાં પગાર પંચનો લાભ આપે છે અને સાત માસનું એરીયર્સ ચુકવે છે તેમજ તેઓનાં પેન્શનમાં પણ મબલખ વધારો મળે છે તો અેસટીનાં કર્મચારીઓને ક્ષુલ્લક પેન્શન આપી શા માટે અન્યાય કરવામાં આવી રહયો છે. મધુર સોશ્યલ ગૃપનાં નેજા હેઠળ વડાપ્રધાન સુધી બાબતે રજુઆત કરી હોવા છતા કોઇ ચોક્કી પરિણામ આવ્યું નથી ત્યારે હવે એસટીનાં તમામ કર્મચારીઓ કોઇપણ ચુંટણીમાં ભાગ નહિ લે તેવો નિર્ણય લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

અંગે જુનાગઢ ખાતે આગામી તારીખ 15 ઓગષ્ટના ત્રણ કલાકે રાજય વ્યાપી કર્મચારીઅોની બેઠક મળશે અઢી લાખ એસટી કર્મચારીઓના દસ લાખથી વધુ પરિવાર જનો મતદાન થી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવા બેઠક યોજાશે. સલીમ ગુજરાતી તથા એસટી નિવૃત કર્મચારી સંઘનાં રતિલાલ ગરાળા, પરસોતમ વાઘડીયા, અરૂણ દવે, લલિત મહેતા વગેરેએ જણાવ્યું હતું.

15મીએ બહેરા-મુંગા શાળામાં ધ્વજવંદન

મધુરસોશ્યલ ગૃપ દ્વારા 15મી ઓગષ્ટની વિશિષ્ટ ઉજવણી રૂપે બહેરા, મુંગા, શાળામાં ધ્વજ વંદન બાળકોને લ્હાણી વિતરણ ભાવતા ભોજનીયા અને વૃક્ષારોપણ દ્વારા રાષ્ટ્રનાં અવસરને માનવતા અને રાષ્ટ્રવાદનાં પ્રતિક બનાવીને સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવશે અેવું મધુર સોશ્યલ ગુપનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો