તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોએ પશુપાલકોને પુરતા ભાવ મળી રહે તે માટેનું આયોજન કર્યું

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોએ પશુપાલકોને પુરતા ભાવ મળી રહે તે માટેનું આયોજન કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા દૂધ સહકારી સંઘમાં 11 બેઠક બિનહરીફ

જૂનાગઢજિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની 12 બેઠકની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં 11 બેઠક બિનહરિફ જાહેર થઇ છે.

જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લીમીટેડની કુલ 12 બેઠકની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં 11 બેઠક બિનહરિફ જાહેર થઇ હતી. જેમાં સંઘના સ્થાપક ચેરમેન રામશીભાઇ ભેટારીયાનો સમાવેશ થાય છે. દૂધ ઉત્પાદન સહકારી સંઘમાં એકમાત્ર બેઠકે હરીફાઇ યોજાઇ હતી.

ચૂંટણીમાં 95 ટકાથી વધારે બેઠક બિનહરીફ થતાં પશુપાલકોએ શુભેચ્છાઓ આપી હતી. બિનહરિફ ચૂંટાયેલા ઉમેદવારોએ પશુપાલકોને પૂરતા ભાવ મળી રહે તે માટેનું આયોજન કર્યું છે. બિનહરીફ થયેલા ઉમેદવારોને ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...