તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • સૌરાષ્ટ્રમાં લગ્ન મોકુફ રાખ્યાની પણ કંકોત્રી પરિવારને વહેંચવામાં આવતી!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં લગ્ન મોકુફ રાખ્યાની પણ કંકોત્રી પરિવારને વહેંચવામાં આવતી!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાં ઇતિહાસવિદ્ પાસે 141 વર્ષ જૂની કંકોત્રીનો અમુલ્ય સંગ્રહ

જૂનાગઢનાંઇતિહાસવિદ પાસે સૌરાષ્ટ્રનાં રજવાડાની કંકોત્રીઓનો સંગ્રહ છે. જેમાં લગ્ન બંધ રાખ્યાની કંકોત્રી, લગ્ન સ્થળ ફેરવ્યાની કંકોત્રી વગેરે જોવા મળે છે.

રીવાજની ગાંઠમાં માણસ બંધાઇ ગયો હોય તેમ થોડાં વર્ષોમાં કેટલાંય સામાજિક બદલાવો આવી ગયા વાત આપણે જાણતાં નથી. લગ્નની તારીખ નક્કી થયા પછી કદાચ મોટી આફત આવી પડે તો સામાજિક પ્રસંગ બદલાતો નથી. જૂનાગઢનાં ઇતિહાસવિદ્દ ડો. પ્રદ્યુમન ખાચર પાસે નવાબ બહાદુરખાનજી ત્રીજાનાં લગ્નથી માંડી 141 વર્ષ જૂની સૌરાષ્ટ્રની 250થી વધુ કંકોત્રીઓનો સંગ્રહ છે. કંકોત્રીને કુમકુમ પત્રિકા પણ કહેવામાં આવે છે. જેમાં લગ્ન પ્રસંગની, સુન્નત શાદીની, રાજ્યાભિષેકની, બાંય પહેરાવાની વિધીની, બંગલાનાં ખાતમૂર્હુતની, લગ્ન બંધ રાખ્યાની, લગ્ન સ્થળ ફેરવ્યાની અને મંગની પ્રસંગની કંકોત્રીનો સમાવેશ થાય છે. આવી કંકોત્રીમાં પહેલા માત્ર ગણેશનું નામ છપાતું હતું. તેમજ લાલને બદલે કાળી શાહીમાં પણ કંકોત્રીઓ છાપવામાં આવતી હતી.

વિધવા રાણી કંકોત્રીઓ લખતી

રાજારામ મોહનરાયે સમાજમાં વિધવા નારી અને સ્ત્રીભૃણ વિશે સામાજિક કાર્યો કર્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રની વિધવા રાણી દ્વારા કંકોત્રીઓ લખવામાં આવતી હતી. જે જોતાં અન્ય રજવાડાની જેમ છુટછાટ હતી.

રજવાડામાં લગ્નસમયે કમિટી બનાવવામાં આવતી |રાજાઓને ત્યાંલગ્ન પ્રસંગ આવે ત્યારે કમિટી દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન પ્રસંગનું બજેટ, લગ્ન મંડઇનો લેઆઉટ, કોણ કોણ ક્યાં બેસશે, ઉતારાની વ્યવસ્થા, તંબુ કે મકાનોની સુવિધા કરવામાં આવતી હતી.

કંકોત્રીઓમાં રિવાજ જોવા મળે છે: ઇતિહાસવિદ્

^કંકોત્રીમાંજૂના સમયે રિવાજમાંથી ઘણી છૂટછાટ જોવા મળે છે. લગ્ન પણ બંધ રાખી શકાય તેવી છુટછાટ પણ હતી. દેશી રજવાડા જેવા કે- જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, વાંકાનેર, પોરબંદર, લાઠી, મૂળી, લીંબડી, બીલખા, માણાવદર, જસદણ વગેરે રજવાડાની કંકોત્રીઓ છે. > ડો.પ્રદ્યુમનખાચર, ઇતિહાસવિદ્

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો