તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલ સામાજીક સંસ્થાની શબવાહિની કાર્યરત છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનપાએ મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા શબવાહિની શરૂ કરી

જૂનાગઢમહાનગરપાલીકા દ્વારા મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા નવી શબવાહિની શરૂ કરવામાં આવી છે. આજ દિન સુધી શહેરમાં સર્વોદય સંસ્થા દ્વારા તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત શબવાહિનીમાં મૃતદેહને સ્મશાન સુધી પહોચાડવામાં આવતા હતા

જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન પાસે આજદિન સુધી મૃતદેહને સ્મશાન સોનાપુરી સ્થિત સ્મશાનગૃહ સુધી પહોચાડવા સ્વૈચ્છિક સંસ્થા તથા સર્વોદય બ્લડ બેન્ક દ્વારા અંતિમ યાત્રા રથ દ્વારા સેવા આપવામાં આવતી હતી. જોકે હાલમાં કોર્પોરેશન દ્વારા મેયરની ગ્રાન્ટમાંથી રૂ 11.50 લાખની કિમતના અંતિમ યાત્રા રથ(શબવાહિની)ની ખરીદી કરવામાં આવી હતી. રથ પ્રજાસત્તાક પર્વના દિવસે ફાળવવામાં આવ્યુ હતુ. મનપાએ રથની જવાબદારી ફાયરવિભાગને સોપી છે. અને તેના માટે ત્રણ ડ્રાઇવર પણ અાપ્યા હતા. ફાયર દ્વારા વાહનને કાર્યરત કરાયુ છે. મનપા દ્વારા રથ ફાળવવાથી લોકોને તેમના સ્વજનને સ્મશાનસુધી પહોચાડવામાં મુશ્કેલી નહિ પડે.

મનપાએ વિકસાવેલી નવી શબવાહિની તસ્વીર- મેહુલ ચોટલીયા

શહેરીજનો માટે નવી સુવિધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો