તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • વાલીઓ પાસેથી સંશોધનાત્મક અહેવાલ શિક્ષણ વિભાગે પાસે માંગ્યો : કોઇપણ નાગરીક અહેવાલ આપી શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓ પાસેથી સંશોધનાત્મક અહેવાલ શિક્ષણ વિભાગે પાસે માંગ્યો : કોઇપણ નાગરીક અહેવાલ આપી શકશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાનગી શાળાઓમાં વિધાર્થીઓની વધતી સંખ્યા અંગે સરકાર ચિંતીત

સરકારી શાળાઓમાં પુરતી સુવિધા અપાતી હોવા છતા

છેલ્લાકેટલાક વર્ષોથી ખાનગી શાળાઓની અને ખાનગીશાળાઅોમાં વિધાર્થીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહયો છે. સરકારી શાળામાં અધતન સવલતો આપવામાં આવતી હોવા છતાં પણ વાલીઓ પોતાના સંતાનોને ખાનગીશાળાઓમાં દાખલ કરાવે છે. બાબતે ચિંતા વ્યકત કરતા શિક્ષણ વિભાગે તમામ પાસેથી સુચનો મંગાવ્યા છે.

સરકારી શાળાઓમાં અનેક પ્રકારની સુવિધા દર વર્ષે આપવામાં આવે છે. સંપુર્ણ રીતે લાયકાત અને સારી ગુણવતા ધરાવતા શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે છે. તથા શિક્ષકોને અપડેટ રાખવા માટે દર વર્ષે સરકાર દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા સરકારી શાળાઓ માટે અનેક પ્રકારની લાભદાયી યોજનાઓ પણ અમલમાં છે. છતાં દર વર્ષે ખાનગી શાળાઓ તથા ખાનગી શાળાઓમાં વિઘાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો રહે છે. બાળકોનાં વાલી પણ પોતાનાં પાલ્યનાં ખાનગી શાળામાં પ્રવેશ માટે સતત આતુર હોય છે. તો અંગે આપનો ચિંતાનાત્મક, અનુભવજન્ય અને સંશોધનાત્મક અહેવાલ પાઠવવા દરેકને તાકીદ કરવામાં આવી છે. જેથી આપણે હકારાત્મક રીતે સરકારી શાળાઓની શૈક્ષણીક તેમજ અન્ય તમામ પ્રકારની ગુણવતા અને ભૌતિક સુવિધા માટે યથા યોગ્ય પગલા લઇ શકીએ.

ઉલ્લેખનિય છે કે શાળાઓ પણ હવે હાઇટેક બની રહી છે. તેમજ સરકારી શાળાઓમાં પણ કવોલિફાઇલડ ટીચર્સનો સ્ટાફ હોય બાળકોનાં પરિણામ ઉચાં આવવા લાગ્યા છે ત્યારે વાલીઓ શા માટે પોતાનાં બાળકને ખાનગી સ્કુલમાં ભણાવવાનો દુરાગ્રહ સેવે છે. ખાનગી સ્કુલોની મસમોટી ફી ભરીને પણ બાળકો ભણી નથી શકતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો