તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુને વધુ શાળાઅો ભાગ લે તેવો હેતુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓને પોણાથી દોઢ લાખનાં પુરસ્કાર

ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાની રમતોમાં

આગામીદિવસોમાં ખેલમહાકુંભ યોજાનાર છે જેના માટે હાલ રજીસ્ટ્રેશન પણ ચાલી રહ્યું છે. દર વર્ષે સરકારનાં તાયફા સમાન યોજાતા ખેલ મહાકુંભ વિધાર્થીઓ માટે મજાક બની રહે છે. હવે ખેલ મહાકુંભમાં વધુને વધુ વિધાર્થીઓ ભાગ લે તે માટે જિલ્લાકક્ષાની સ્પર્ધાઅોમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાને રોકડ પુરસ્કાર મળશે.

ખેલમહાકુંભમાં વધુને વધુ શાળાઓનાં ખેલાડીઓ ભાગ લેવા પ્રોત્સાહિત થાય તે હેતુથી ખેલમહાકુંભની જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠશાળાઓને અનુક્રમે રૂ.1.50 લાખ, રૂ.1લાખ, અને રૂ.75 હજાર રોકડ પુરસ્કાર રૂપે અનુદાન તરીકે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇનામ માટે શાળાનાં કુલ વિધાર્થીનાં 75 ટકા ખેલાડીઓ ખેલમહાકુંભની સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઇએ. કોઇપણ શાળાને એક સરખા ગુંણાક મળે તો સૌપ્રથમ ક્રમની સંખ્યા ત્યારબાદ દ્વિતીય ક્રમની સંખ્યા અને પછી તૃતીયક્રમની સંખ્યાને આધારે શાળાની પસંદગી કરવાની રહેશે. તેમ છતાં સમાન ગુણાંક મળે તે પછી તે અંગેની પધ્ધતિ સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા નક્કી કરવામાં આવશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં જે તે રમતમાં ટીમ ઇવેન્ટમાં સંપુર્ણ પણે શાળાની ટીમ હોય તે પ્રમાણે શાળાને ગુણાંક આપવાના રહેશે. ખેલ મહાકુંભમાં વધુમાં વધુ શાળાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે સરકાર દ્વારા શાળાને રોકડ પુરસ્કાર આપવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો